CPN-UMLનાં ચેરમેન કે.પી શર્મા ઓલી બન્યા નેપાળનાં વડાપ્રધાન

કાઠમાંડુ : કે.પી શર્મા ઓલી આજ નેપાળનાં નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. વડાપ્રધાન પદ માટે સીપીએન યૂએમએલનાં કેપી શર્મા ઓલીની સામે સુશીલ કોઇરાલા ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ એનસી નેતા શેર બહાદુર દેઉબાએ કોઇરાલાનું નામ પ્રસ્તાવિત કર્યુ હતું. ઓલીનાં નામનો પ્રસ્તાવ યુસીપીએન મોઓવાદીનાં અધ્યક્ષ પ્રચંડે કર્યું હતું. 

શરૂઆતથી જ ઓલી વડાપ્રધાન પદનાં મજબુત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. કારણ કે પ્રચંડની યૂસીપીએન – માઓવાદી સહિત મોટા ભાગનાં નેતાઓ વધારે દળોએ તેમનાં પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તેની પહેલા શનિવારે સુશીલ કોઇરાલાએ વડાપ્રધાન પદપરથી રાજીનામું આપી દીધું હતું. કોઇરાલાએ પોતાની નેપાળી કોંગ્રેસ પાર્ટીની તરફથી વડાપ્રધાન પદનાં માટે પોતાની દાવેદારી રજુ કરી હતી. 

You might also like