સીપીઆઇ નેતા એબી બર્ધનનું 92 વર્ષની વયે નિધન

નવી દિલ્હી: લાંબા સમય બિમારી સામે ઝઝૂમી રહેલા ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા એબી બર્ધનનું શનિવારે સાંજે દિલ્હીમાં નિધન થઇ ગયું. 92 વર્ષના બર્ધનને પૈરાલિટિક સ્ટ્રોક બાદ 7 ડિસેમ્બરના રોજ દિલ્હીના જીબી પંત હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. પરંતુ ગત શુક્રવારે સ્થિતિમાં સુધાર જણાતાં વેંટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

મજદૂર સંગઠન આંદોલન અને મહારાષ્ટ્રમાં વામપંથી રાજકારણનો ખાસ ચહેરો રહેલા એ.બી બર્ધન મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 1957માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. ત્યારબાદ તે ઓલ ઇન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસના મહાસચિવ બન્યા, જે ભારતનો સૌથી જૂનું મજદૂર સંગઠન છે. એબી બર્ધન 1990ના દાયકામાં સીપીઆઇના ઉપ મહાસચિવ બન્યા હતા. ત્યારબાદ 1996માં તેમણે ઇંદ્રજીત ગુપ્તાના સ્થાને તેમને મહાસચિવ બનાવવામાં આવ્યા.

નેવુંના દાયકમાં તેમણે રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધનના રાજકારણ સમયે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. તેમના પરિવારમાં તેમના પુત્ર અશોક અને પુત્રી અલકા છે. તેમના અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવશે. પાર્ટીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે ‘એબી બર્ધનના અંતિમ સંસ્કાર 4 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. ‘જીબી પંત હોસ્પિટલના ન્યૂરોલોજીના પ્રોફેસર અને નિર્દેશક ડોક્ટર વિનોદ પુરીએ કહ્યું હતું કે રાત્રે 8.20 વાગે એબી બર્ધનનું નિધન થયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે એબી બર્ધને હંમેશા ઉત્સાહથી ભરેલા કોમ્યુનિસ્ટ નેતા, પોતાની વિચારધારા અને સિદ્ધાંતો માટે સંપૂર્ણપણે કટિબદ્ધ વ્યક્તિના રૂપમાં યાદ કરવામાં આવશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

You might also like