ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરે સરકારઃ રાજસ્થાન હાઇકોર્ટ

જયપુરઃ દેશમાં ગોહત્યાને લઇને ચાલી રહેલા વિવાદ પર રાજસ્થાન હાઇકોર્ટે એક મહત્વની ટિપ્પણી કરી છે. હિંગોનિયા ગોશાળા મામલે ચૂકાદો આપવા સાથે રાજસ્થાન હાઇકોર્ટે કહ્યું છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે અને ગૌહત્યા કરનારાઓને આજીવન કારાવાસની સજાની જોગવાઇ કરવામાં આવે. હાઇકોર્ટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા સાથે મુખ્ય સચિવ અને મહાઘિવક્તાને કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. અદાલતે કહ્યું છે કે ગાયની તસ્કરી કરનારાઓ માટે આજીવન કારાવાસની વ્યવસ્થા કરવામાં આવશે.

અદાલતે કહ્યું છે કે આ બાબતે પૂર્વમાં આપવામાં આવેલ આદેશનું પાલન કરવામાં આવે. રાજસ્થાન હાઇકોર્ટે કહ્યું છે કે તેના માટે હિમાયતીઓની કમેટી બનાવવાનો નિર્દેશ કરવામાં આવે. આ સિવાય અદાલતે ઇસીબી એડીજીને દર ત્રણ મહિને ગોશાળાનો રિપોર્ટ તૈયાર કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજસ્થાન હાઇકોર્ટની આ સલાહ એવા સમય પર આવી જ્યારે એક દિવસ પહેલાં મદ્રાસ હાઇકોર્ટની મદુરૈ બ્રાંચે પશુવધને લઇને કેન્દ્ર સરકારને નોટિફિકેશન કરીને ચાર સપ્તાહનો પ્રતિબંધ લાદ્યો છે. સાથે જ કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી છે.

http://sambhaavnews.com/

You might also like