વડોદરા : ગાયનું શિંગડું યુવકની છાતીમાં ઘુસી જતા ઘટનાં સ્થળે બંન્નેનાં મોત

વડોદરા : શહેરનાં રેસકોર્સ વિસ્તારમાં સીએનજી પંપ પાસે આજે રવિવારે વહેલી સવરે ગાયે શિંગડુ મારતા બાઇક સવાર યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સાથે અથડાયેલ ગાયનું પણ ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઇકનો અકસ્માત એટલો ભયંકર હતો કે ગાયનું શિંગડુ બાઇક સવારની છાતીમાં ઘુસી ગયું હતું. યુવતની છાતીમાંથી ધડ ધડ વહેવા લાગ્યું હતું. રસ્તા પર તેનું લોહી વહેવા લાગ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે રાત્રે શહેરનાં ન્યુ વીઆઇપી રોડ પર ગાયે શિંગડુ મારતા મુળ મુંબઇનાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગાયનાં ત્રાસ મુદ્દે વડોદરાનાં મેયરને વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. જો કે હજી સુધી કોર્પોરેશન દ્વારા કોઇ પગલા ઉઠાવવામાં આવ્યા નથી. ગાયોનો રસ્તા પર ત્રાસ વધી ગયો છે.

શહેરનાં સુભાનપુરા વિસ્તારમાં આવેલ સ્લમ ક્વાટર્સમાં રહેતો સોહમ ભીખાભાઇ ઠાકોર વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ બાઇક લઇને નીકળ્યો હતો. સોહમ ગત્ત રાત્રે પોતાનાં મિત્રનાં ઘરે મોબાઇલ ફોન ભુલી ગયો હતો. જેથી તે પોતાનો મોબાઇલ ફોન લેવા માટે ગયો હતો. યુવક જ્યારે રેસકોર્સ નજીક આવેલ સીએનજી પંપ પાસે પહોંચ્યો હતો ત્યારે એક ગાય અચાનક રસ્તામાં આડી ઉતરી હતી.

ગાયે ઝડપી આવી રહેલી બાઇકથી ગભરાઇને બચવા માટે શિંગડુ આગળ કર્યું હતું જે સિધુ જ યુવકની છાતીમાં ઘુસી ગયું હતું. જેથી યુવકનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઇકની ટક્કરથી ગાયનું પણ મોત નિપજ્યું હતું. જો કે અકસ્માત એટલો ભયંકર હતો કે યુવકનાં લોહીથી આખો રોડ લોહીથી ખરડાઇ ગયો હતો.

You might also like