ભારતમાં મુસ્લિમો કરતાં ગાય વધુ સુર‌િક્ષતઃ શશી થરૂર

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા શશી થરૂરે જણાવ્યુંં છે કે ગૌહત્યાના મામલે થતા વિવાદથી દેશની છબી ખરડાઈ રહી છે ત્યારે બાંગ્લાદેશના તેમના અેક મિત્રઅે તેમને જણાવ્યું કે ભારતમાં મુસ્લિમો કરતાં ગાય વધુ સુર‌િક્ષત છે.

થરૂરે લોકસભામાં દેશમાં અસહિષ્ણુતાની ઘટનાઓ અંગે ચર્ચામાં ભાગ લેતાં દિલ્હીના કેરલ હાઉસમાં કથિત રીતે ગૌમાંસ પીરસવાની અફવામાં પોલીસ કાર્યવાહી અંગે જણાવ્યું કે બાંગ્લાદેશનાે મારો મિત્ર તે વખતે દિલ્હી આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે ભારતમાં મુસ્લિમો કરતાં ગાય વધુ સુર‌િક્ષત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ સમયે આ‌િફ્રકાના ૫૦ દેશોના પ્રમુખો પણ દિલ્હીમાં હતા, તેમાંથી મોટા ભાગના લોકો ગૌમાંસનું સેવન કરનારા હતા.

You might also like