તમંચા-તલવાર વિંઝતા ગૌરક્ષકોનો વીડિયો વાઇરલ બનતાં વિવાદ

નવી દિલ્હી: ગૌરક્ષા દળ પંજાબના નામે બનેલા એક ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં ગૌરક્ષાના નામે હિંસાને યથાર્થ ઠરાવવાની કોશિશ કરવામાં આવી છે અને અત્યંત ગ્લેમરસ રીતે તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં તમંચા અને તલવારથી સજ્જ ગૌરક્ષકો ચેતવણી આપે છે અને હિંદુ રાજ આવ્યા બાદ શું થશે તેની ખુલ્લેઆમ ચીમકી આપી રહ્યા છે.

આ વીડિયોમાં તીક્ષ્ણ હથિયારો અને બંદૂકો સાથે ગૌરક્ષકો નજરે પડે છે. વીડિયોમાં ગૌરક્ષા અને તેના કારણે થતી હિંસાને યોગ્ય ઠરાવવા માટે તેનું ગ્લેમરસ સ્ટાઇલમાં શૂટિંગ કરવામાં આવ્યું છે.  મીડિયા રિપોર્ટ અનુસાર ગૌરક્ષા દળના વડા સતીશકુમાર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. વીડિયોનું ટાઇટલ છે ‘અનટોલ્ડ સ્ટોરી ઓફ કાઉ સેવિંગ’ જેમાં લાંબા અને કદાવર ગૌરક્ષકો હથિયાર વિંઝતા અને ગૌહત્યા રોકવાની તૈયારી કરતા નજરે પડે છે.

તેમાં ચેતવણી આપવામાં આવી છે કે હિંદુઓનું રાજ આવ્યા બાદ શું થશે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક પંજાબી ગીત સંભળાઇ રહ્યું છે. વીડિયોમાં દેખાય છેે કે કેટલાક યુવાનો એક જૂથ ભગવા કુરતા પહેરેલ શખ્સની આગેવાનીમાં એક કતલખાના પર પહોંચીને ગૌહત્યા રોકે છે.

You might also like