અમદાવાદનાં જોઇન્ટ સીપી ભટ્ટને અપહરણનાં કેસમાં કોર્ટનું સમન

અમદાવાદ : અમદાવાદની ગ્રામ્ય કોર્ટે અમદાવાદ જોઇન્ટ પોલીસ કમિશ્નર જે.કે ભટ્ટની વિરુદ્ધ અપહરણ, ખોટી રીતે કેદમાં રાખવા, દુર્વ્યવહાર અને કાવત્રાનાં આરોપમાં સમન ઇશ્યું કર્યું છે. પોલીસનાં જોઇન્ટ સીપી ભટ્ટ પર શાંતિભંગ અને ભડકાવનારા નિવેદન આપવાનો આરોપ છે.

કોર્ટે એક જમીન દલાલ કૌશીક વાંકાણી દ્વારા દાખલ અજીના આધારે જે.કે ભટ્ટ સહિત ત્રણ આરોપીઓ પર કાર્યવાહી ચાલુ કરી છે. આ મુદ્દે ન્યાયીક જજની ટીમન બનાવાઇ હતી, જેની પ્રાથમિક તપાસનાં આધારે આ કેસમાં કાનુની કાર્યવાહી થઇ શકે છે. એવી તપાસનાં આધાર પર કોર્ટે ચાર લોકોની વિરુદ્ધ સમન ઇશ્યું કર્યું છે.

આ મુદ્દે સરકારી બાબૂ દ્વારા કાર્યવાહી નહી થવાનાં કારણે વાંકાણીએ ગત્ત જુન મહિનામાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં કહેવાયું હતું કે વડોદરા પાસે એક જમીન દલાલીનાં મુદ્દે વાંકાણીને ધમકી આપવામાં આવી અને વિવાદોને ઉકેલવા માટે 85 લાખ રૂપિયાની માંગ પણ કરવામાં આવી હતી. જે લોકોએ જમીન દલાલને ધમકી આપી હતી, તેઓ તેને અમદાવાદનાં ડ્રાઇવઇન વિસ્તારમાં અપહરણ કરીને લઇ ગયા હતા. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં જે.કે ભટ્ટ દ્વારા ધમકાવાયા અને પછી છોડી દેવાયા હતા.

You might also like