કોર્ટે હિંદુઓને રોકવાનો આપ્યો આદેશ : અધિકારીઓએ મોકલ્યા પાકિસ્તાન

જયપુર : ઓછા સમય અવધિ માટે વિઝા પર પાકિસ્તાનથી આવેલા હિંદુઓ પરત ફરવા માંગતા હતા. તેમણે વિઝાની અરજી લંબાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે રજાનો દિવસ હોવા છતા શનિવારે પણ કોર્ટ બેઠી અને સુનવણી થઇ. કોર્ટે તેમને પરત ફરવા અંગે પ્રતિબંધ લગાવ્યો. જો કે અધિકારીઓની સતર્કતાનાં કારણે તેમને રાહત મળી શકી નહોતી. અધિકારીઓ પાકિસ્તાન જનારી ટ્રેન પર બેસાડી ચુક્યા હતા. જ્યા સુધી કોર્ટનાં આદેશનું પાલન થાય ત્યા સુધીમાં તમામ યાત્રીઓ પાકિસ્તાન પહોંચી ચુક્યા હતા.

પાકિસ્તાનથી જોધપુર આવેલા નવ હિન્દુઓની વિઝાનો સમય પુરો થઇ ચુક્યો હતો. પાકિસ્તાની નાગરિક ચંદૂ ભીલે શુક્રવારે વિઝા લંબાવવા માટે અવધિમાં ફેરફાર કરાવવાની અરજી કોર્ટમાં લગાવી હતી. આ મુદ્દે કોર્ટમાં કેસ લંબાયેલો હતો. સીઆઇડીનાં અધિકારીઓએ તેમને પાકિસ્તાન પાછા જવાનું અલ્ટીમેટમ આપી દીધું. તેમની મદદને સીમાંત લોક સંગઠન આગળ આવ્યું હતું.

You might also like