ઇજિપ્તમાં હત્યાના કેસમાં 4 વર્ષને બાળકને ઉંમરકેદ

કાહિરા: મર્ડર માટે એક ચાર વર્ષની બાળકીને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. ઇજિપ્તમાં એક કોર્ટે આ પ્રકારની સજા સંભળાવી છે. રસપ્રદ વાત એ છે કે જે સમયે હત્યા થઇ હતી, તે સમયે બાળક ફક્ત ચાર વર્ષનું હતું.

અહેમદ મંસૂર કરમી નામનો છોકરો આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન હતો. કોર્ટે તેને મર્ડરના ચાર કાઉન્ટ્સ, હત્યાનો પ્રયત્નના આઠ કાઉન્ટ્સ, પ્રોપટીને નુકસાન પહોંચાડવાના એક કાઉન્ટ અને પોલીસને ધમકાવવાના એક કાઉન્ટ પર દોષી ઠેરવ્યો છે.

પશ્વિમી કાહિરાની કોર્ટમાં મંસૂરની સાથે-સાથે 115 અન્ય લોકોને 2014ના આ કેસમાં ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી. મંસૂરના વકીલે કહ્યું કે આ બાળકનું નામ ભૂલથી સજા મેળવનારની યાદીમાં જતું રહ્યું હતું, પરંતુ કોર્ટમાં જજની સામે તેનું જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું નથી જેથી તે પ્રમાણિત કરી શકાય કે તેનો જન્મ 2012માં થયો હતો.

તેમણે કહ્યું કે ‘રાજ્યના સુરક્ષા બળોએ જ્યારે બાળકનું નામ આરોપીઓની યાદીમાં સામેલ કર્યું તો અમે તેનું જન્મનું પ્રમાણપત્ર તેમને પુરૂ પાડ્યું હતું. પરંતુ ત્યાં સુધી મિલિટરી કોર્ટમાં કેસ ચાલી ગયો હતો અને તેને સજા આપવામાં આવી હતી.

You might also like