ક્રિશ્યિન પર્સનલ લો હેઠળ લેવાયેલા છુટાછેડા માન્ય નહી : સંસદથી ઉપર કોઇ નહી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરૂવારે પોતાનાં એક ચુકાદામાં કહ્યું કે ચર્ચ સંબંધી ટ્રાઇબ્યૂનલ દ્વારા કેનન લો (ક્રિશ્ચિયન પર્સનલ લો)હેઠળ છુટાછેડા આપવા યોગ્ય રીતે માન્ય નથી. કોર્ટે કહ્યું કે ડિવોર્સ એક્ટ બાદ ક્રિશ્ચયન પર્નલ લો હેઠળ છુટાછેડા ન થઇ શકે પરંતુ ડિવોર્સ એક્ટ અનુસાર થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ક્રિશ્ચિયન કપના છુટાછેડા કાયદેસર રીતે ત્યારે જ માન્ય થશે જ્યારે તેઓ ભારતીય કાયદા હેઠળ છુટાછેડા લેશે.

પર્સનલ લોક સંસદ દ્વારા બનાવાયેલા કાયદાને ઓવરરાઇડ ન કરી શખે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે તેની પીઆઇએલને પણ ફગાવી દીધી હતી જેમાં ચર્ચ કોર્ટ દ્વારા કરાયેલા છુટાછેડા મુદ્દે કાયદેસરની માન્યતા આપવા માટેની માંગ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ જે.એસ ખેહર અને જસ્ટિસ ડી.વાઇ ચંદ્રચુડની બેન્ચે આ મુદ્દે કર્ણાટક ખાતેના કેથલિક એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ સી.પાઇસ દ્વારા દાખલ અરજી ફગાવી દીધી હતી.

કોર્ટે કહ્યું કે 1996માં સુપ્રીમ કોર્ટથી મોલી જોસેફ સામે જોર્ય સેબેસ્ટિયન મુદ્દે પહેલા જ ચુકાદો અપાઇ ચુક્યો છે. તે અંગેની વ્યવસ્થા પણ કરાઇ ચુકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ડિવોર્સ એક્ટ આવ્યા બાદ પર્સનલ લો હેઠળ છુટાછેડાનું કોઇ પ્રાવધાન કે કોઇ કાનુની પ્રભાવ નથી.

You might also like