શીના બોરા મર્ડર કેસમાં પીટર મુખર્જીનાં જામીન ફગાવતી કોર્ટ

728_90

નવી દિલ્હી : શીના બોરા હત્યા મુદ્દે સેશ કોર્ટે શુક્રવારે પીટર મુખર્જીની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન નહી આપવા પાછળ કોર્ટે કારણ નોંધ્યું કે હજી સુધી પીટર મુખર્જીની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ નઇ નથી તેથી તેને જામીન આપી શકાય નહી. ઉલ્લેખનીય છે કે સીબીઆઇ દ્વારા હાઇપ્રોફાઇલ શીનાબોરા હત્યાકાંડમાં સહઆરોપી બનાવવામાં આવેલ પૂર્વ મીડિયા ટાઇકુન પીટર મુખર્જીની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સીબીઆઇનાં વકીલ અનિલ સિંહે પીટરની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે પીટર મુખ્જી પોતાની ઓરમાન પુત્રી શીના બોરાની હત્યાનું કાવત્રું રચ્યું હતું.
સીબીઆઇ દ્વારા જામીન નહી આપવા પાછળની દલીલમાં જણાવવામાં આવ્યું કે જો તેને જેલમાંથી મુક્ત કરવામાં આવે તો તે પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. ત્રણ ફેબ્રુઆરીનાં રોજ સુનવણીમાં સિંહે કોર્ટને જણાવ્યું હતું કે શીનાની હત્યા બાદ પીટરે લંડનથી મુખ્ય આરોપી અને પોતાની પત્ની ઇન્દ્રાણી મુખર્જી પાસેથી 15થી 20 મિનિટ સુધી વાતચીત કરી હતી. તે 26 એપ્રીલ, 2012નાં રોજ ભારત પરત ફર્યો અને 48 કલાકમાં તે ઇન્દ્રાણીની સાથે ગોવા જતો રહ્યો હતો.

You might also like
728_90