ગયા રોડ રેજઃ મનોરમાદેવીને રાહત આપવા કોર્ટનો ઇનકાર

ગયાઃ ૧૯ વર્ષના વિદ્યાર્થી આદિત્ય સચદેવાની હત્યાના મુખ્ય આરોપી રોકી યાદવની માતા અને એમએલસી મનોરમાદેવીને આજે અદાલત તરફથી કોઇ રાહત મળી નથી. ગયાની અદાલતે મનોરમાદેવીની આગોતરા જામીનની અરજી પર સુનાવણી ટાળી હતી અને તેમને ધરપકડ સામે મનાઇહુકમ આપવા ઇનકાર કર્યો હતો.
ગયાની અદાલતે મનોરમાદેવીની અરજી પર સુનાવણી ટાળીને પોલીસને કેસ ડાયરી રજૂ કરવા સૂચના આપી હતી. મનોરમાએ શુક્રવારે ગયાની અદાલતમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. આ અગાઉ જિલ્લા વહીવટીતંત્રએ તેમનાં ત્રણ આર્મ્સ લાઇસન્સ પણ રદ કર્યાં હતાં.
રોકીની ધરપકડ માટે એમએલસી મનોરમાદેવીને ત્યાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. રામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં અદાલતે મનોરમાની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે. બિહારમાં પાંચ એપ્રિલથી દારૂબંધી અમલી બની છે. પોલીસે મનોરમાદેવીની ધરપકડ માટે દરોડાની કાર્યવાહી ચાલુ રાખી છે.
ગયાના એસએસપી ગ‌િરમા મલિકના જણાવ્યા અનુસાર મનોરમાની ધરપકડ માટે જિલ્લાના બારાચટ્ટી અને મનોહરપુર સ્થિત સ્થળો પર દરોડા પાડ્યા હતા.

You might also like