કેરળ ‘લવ જિહાદ’ કેસ: ‘લડકી હાજીર હો’

કેરળમાં બહુચર્ચિત ‘લવ જેહાદ’ મામલે સુપ્રીમ કોર્ટે છોકરીના પિતાને આદેશ આપ્યો છે કે 27 નવેમ્બરે આગામી સુનાવણીમાં કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. કોર્ટે આદેશ કર્યો છે કે હાદિયા (છોકરી) સાથે વાતચીત કરી તેની માનસિક સ્થિતિ પર શરૂઆતી આંકલન કરશે. ઉલ્લેખનીય છે કે કેરળ હાઇકોર્ટે હાદિયાના મુસ્લિમ યુવાન સાથેના નિકાહને રદ્દ જાહેર કર્યો હતો અને હાદિયાને પિતાને સોંપવાનો આદેશ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે છોકરી પુખ્ત વયની છે અને તેની ઇચ્છા મહત્વપૂર્ણ છે. કોર્ટે કહ્યું કે છોકરી પુખ્ત ઉંમરની હોય તે કોઇપણ સાથે જવા માટે સ્વતંત્ર છે. કોર્ટે આ મામલે જણાવ્યું કે 24 વર્ષની છોકરી સાથે કોર્ટના સંકુલમાં વાતચીત કરવામાં આવશે અને તેની માનસિક સ્થિતિની શરૂઆતી આંકલન કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે તેમાં જો છોકરીને ફોસલાવીને આમ કરવામાં આવ્યું હતુ તો ઉપયુક્ત ઓથોરિટી દ્વારા તેની વિસ્તૃત તપાસના આદેશ આપવામાં આવશે.

You might also like