દાદરીકાંડ : ઇખલાકનાં પરિવાર વિરુદ્ધ ગૌહત્યાનો કેસ દાખલ કરવા આદેશ

નોએડા : બહુચર્ચિત બિસાહડા મુદ્દે ડિસ્ટ્રિક્ટ કોર્ટે પોલીસને ઇખલાક સહિત તેનાં પરિવારનાં 7 લોકોની વિરુદ્દ કેસ દાખલ કરવા માટેનાં આદેશો આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇખલાકનાં ઘરેથી ગૌમાંસ મળી આવતા ભડકેલા ગામ લોકોએ ઇખલાક અને તેનાં પરિવારને માર માર્યો હતો જેમાં ઇખલાકનું મોત નિપજ્યું હતું. જો કે ફોરેન્સિક રિપોર્ટમાં માંસ ગાયનું હોવાનું સાબિત થયું છે. જેનાં પગલે ગામવાસી સુરજપાલે કોર્ટમાં અરજી દાખલ કરીને ઇખલાક વિરુદ્ધ પોલીસને કેસ દાખલ કરવાની માંગ કરી હતી.

જો કે ઇખલાકનાં પરિવારે આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાની તૈયારી કરી લીધી છે. બિસાહડામાં 28 સપ્ટેમ્બર 2015એ ગાયનું માંસ રંધાતુ હોવાનું શંકાનાં પગલે ઇખલાકનાં પરિવાર પર ગ્રામલોકોએ હૂમલો કર્યો હતો. જેમાં 18 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. 16 હાલ જેલમાં બંધ છે જ્યારે બે પુખ્તવયનાંનહી હોય જામીન પર મુક્ત છે.

બીજી તરફ માંસની ફોરેન્સીક રિપોર્ટ આવ્યા બાદ ગામનાં સુરજપાલે જારચા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જો કે પોલીસે મનાઇ કરતા અંતે કોર્ટમાં અરજી કરીને ઇખલાક અને તેનાં પરિવાર વિરુદ્ધ ગૌમાંસ ખાવાની આરોપસબબ ફરિયાદ દાખલ કરવા માટેની અરજી કરી હતી. જેનાં પગલે 6 જુને ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપતા ઇખલાકનાં પરિવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

સુરજપાલનાં વકીલ રાજીવ ત્યાગીએ જણાવ્યું કે, કોર્ટે પોતાનાં આદેશમાંજણાવ્યું કે ઇખલાક સહિત તેનાં પરિવારનાં 7 લોકો વિરુદ્ધ સંબંધીત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવે. આરોપીઓમાં ઇખલાક, તેનો ભાઇ જાન મોહમ્મદ, માં અસગરી, પત્ની ઇકરામન, પુત્ર દાનિશ, પુત્રી શાઇસ્તા અને મોટી પુત્રી સોના અને પત્ની જફરુદ્દીનને આરોપી બનાવવામાં આવે.

You might also like