…તો દેશની અદાલતોમાં પાંચ કરોડ કેસ પેન્ડિંગ થશે: મુખ્ય ન્યાયમૂર્તિ

અમદાવાદ: અદાલતોમાં જજની અનેક જગ્યા ખાલી હોવાનો ફરી એકવાર મુદ્દો ઉઠાવતા મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરે જણાવ્યું હતું કે, કોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યા તાકીદે નહિ ભરવામાં આવે તો અદાલતોમાં પાંચ કરોડ જેટલા કેસ પેન્ડિંગ થઇ જશે.

ન્યાયમૂર્તિ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં દર ૧૦ લાખની વસ્તીએ ૧ર ન્યાયાધીશ છે અને આજની સ્થિતિએ ઓછામાં ઓછા ત્રણ કરોડ કેસ અદાલતમાં પેન્ડિંગ છે. તેથી દેશમાં જજની ખાલી જગ્યાઓ તાકીદે ભરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂર છે. ઠાકુર ન્યાયિક અધિકારીઓના પહેલા રાજ્યસ્તરીય આયોજન છત્તીસગઢ હાઇકોર્ટ અને રાજ્ય ન્યાયિક અકાદમીએ કર્યું. હતું.

૪૦ હજાર જજની જરૂર હતી
ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે કાયદા પંચના ૧૯૮૭ના અહેવાલ મુજબ તે સમયે ૪૦ હજાર ન્યાયમૂર્તિઓની જરૂર હતી પરંતુ આજે ન્યાયમૂર્તિની સંખ્યા માત્ર ૧૮૦૦૦ છે. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે જો આ સ્થિતિમાં સુધારો નહીં કરાય તો આગામી ૧પ કે ર૦ વર્ષમાં કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા પાંચ કરોડ જેટલી જઇ થશે.

વડા પ્રધાન સમક્ષ રજૂઆત
ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં એક ચોક્કસ ટાર્ગેટ નક્કી કરી જજની નિમણૂક કરી શકાય છે. તેમણે જણાવ્યું કે તેમણે આ મુદ્દે વડા પ્રધાન મોદી સમક્ષ પણ રજૂઆત કરી છે અને દેશ માટે મહત્ત્વના ગણાતા આ મુદ્દે તાકીદે કોઇ કાર્યવાહી કરવી જરૂરી છે.

You might also like