રાજદ્રોહના ગુનામાં કેતન પટેલને પાંચ દિવસના જામીન આપતી સેશન્સ કોર્ટ

અમદાવાદ: અમદાવાદ સેશન્સ કોર્ટે રાજદ્રોહના ગુના સબબ જેલહવાલે થયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના અગ્રણી કેતન પટેલને પાંચ દિવસના જામીન આપ્યા છે. કેતન પટેલના દીકરાની નાદુરસ્ત તબિયત હોવાના કારણે કોર્ટે તેને જામીન આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રાજ્યમાં ચલાવવામાં આવેલા પાટીદાર અનામત આંદોલન અને મહારેલી બાદ તોફાનો થયા હતા. જેના સંદર્ભે સરકાર દ્વારા પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ પટેલની સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરાયો હતો, આ ગુના સબબ ચારેય હાલ જેલ હવાલે છે.

જેલમાં બંધ પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ પટેલ પૈકીના કેતન પટેલને અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા આજે તા. ર૮ જાન્યુઆરી થી તા.૧ ફેબ્રુઆરી સુધીના જામીન આપવામાં આવ્યા છે. કેતન પટેલને અપાયેલા જામીન આપવા પાછળ કેતનના દીકરાની તબિયત ખરાબ હોવાનું સામે આવ્યું છે.  કેતનને જામીન મળ્યા બાદ આ ગુનામાં જ જેલમાં બંધ હાર્દિક, ચિરાગ અને દિનેશને જામીન મળશે કે કેમ? તેની ઉપર સૌની મીટ મંડાયેલી છે.

You might also like