કેટલીક એવી જોડી કે જે ક્યારે પણ ઓનસ્ક્રિન સાથે નહીં જોવા મળે

મુંબઇઃ બોલિવુડમાં કેટલીક જોડી એવી છે કે જેમણે કેટલીક જ ફિલ્મો સાથે કરી છે. પરંતુ તેમનો જાદુ હજી પણ યથાવત છે. પરંતુ તેમના સંબંધો વચ્ચે એવી તીરાડ પડી ગઇ કે હવે તેઓ ક્યારે પણ ઓનસ્ક્રિન એકબીજા સાથે રોમાન્સ કરતં નજર નહીં આવે.

સલમાન ખાન-ઐશ્વર્યારાયઃ હમ દિલ દે ચૂકે સનમ જેવી સુપર હિટ ફિલ્મ કરનાર ઐશ્વર્યારાય અને સલમાન ખાનના ફેન્સ બંનેને એક સાથે રોમાન્સ કરતાં જોવા માંગે છે. પરંતુ અફસોસ તેઓ હવે ક્યારે પણ ઓન સ્ક્રિન નહીં જોવા મળે.

કરીના કપૂર અને શાહિદ કપૂરઃ કરીના કપૂર અને શાહિદ કપૂરની લવ સ્ટોરી 2004માં આવેલી ફિલ્મ ફિદાના શૂટિંગથી શરૂ થઇ હતી. આ બંને એક ક્યુટ કપલ છે. જેમણે 36 ચાઇના ટાઉન, ચુપ-ચુપ કે અને મિલેગે મિલેદે ફિલ્મ સાથે કરી હતી. પરંતુ ત્રણ વર્ષના ડેટિંગ બાદ જબ વી મેટ પછી તેમની વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.

બિપાશા બાસુ- જોન અબ્રાહ્મઃ જિસ્મ, એતબાર, મદહોશી અને રેસ જેવી બોલ્ડ ફિલ્મમાં બિપાશા અને જોને જોડી જમાવી હતી. લોકો તેમની ઓનસ્ક્રિન કેમેસ્ટ્રિને ખૂબ જ પસંદ કરતા હતા. તેઓ રિયલ લાઇફમાં પણ કપલ તરીકે જ રહેતા હતા. પરંતુ સમય સાથે બંને સ્ટાર્સ એકબીજાથી અલગ થઇ ગયા અને નવા જીવનસાથી સાથે સફરની શરૂઆત કરી.

અક્ષય કુમાર-પ્રિયંકા ચોપરાઃ અક્ષય અને પ્રિયંકાની જોડી 2003માં અંદાજ ફિલ્મમાં જોવા મળી હતી. આમ તો અક્ષયનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયેલું છે. પરંતુ પ્રિયંકાના અક્ષય સાથેના અફેરની અફવાએ જોર પકડતા અક્ષયની પત્ની ટ્વિંકલે પ્રિયંકા સાથે કામ કરવાની ના પાડી દીધી છે.

રેખા –અમિતાભઃ બોલિવુડની સૌથી ચર્ચીત પ્રેમ કહાણીમાં રેખા અને અમિતાભ પણ છે. આ પ્રેમપ્રકરણમાં રેખાનું દિલ એવું તૂટ્યું કે તે હજી સુધી તેમાંથી બહાર આવી શકી નથી.

You might also like