સશક્ત ખુમારી!, આ દંપતિનું સંઘર્ષરૂપી જીવન લોકો માટે પ્રેરણારૂપ

કચ્છઃ જીવનમાં કેટલાક સંજોગો એવા પણ સર્જાતા હોય છે કે જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થતાં હોય છે. કચ્છનાં નખત્રાણાનાં એક યુવાનનું બાળપણમાં જ વિકલાંગ બની જવું અને બેંગ્લોરની એક યુવતીનાં 12 વર્ષની ઉમરમાં જ બંને હાથ કપાઈ જવા. આ બંને દુઃખદ સંજોગોમાં નિખરેલા બંને પાત્રો અનેક પડકારો ઝીલીને સફળ દામ્પત્યજીવન માટે પ્રેરણારૂપ બન્યાં છે.

નખત્રાણાનાં શિવનગરમાં રહેતા આ દિવ્યાંગ દંપતીનું સાંસારિક જીવન અનેક વળાંકો અને પડકારો બાદ પણ આજે ખુશીભર્યું છે. બંને પગથી દિવ્યાંગ યુવક અને બંને હાથોથી દિવ્યાંગ યુવતિએ પ્રેમલગ્ન કર્યા બાદ પોતાનું સફળ દામ્પત્યજીવન તેમને ગમે તેવી વિકટ સ્થિતિમાં તેમનાં ચહેરા પર સ્મિત ફરકતું રાખવા હિંમત આપી રહ્યું છે.

આ દિવ્યાંગ દંપતિ વિકલાંગતા સામેનો જંગ જીતી બતાવીને સંજોગોથી હારી જતાં લોકો માટે પ્રેરણાસ્રોત બની રહ્યાં છે. નખત્રાણાનાં કમલેશ રામાણી નામનાં યુવાનને પાંચ વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. તે બંને પગેથી દિવ્યાંગ થઈ ગયો પરંતુ પોતાની વિકલાંગતાને ભૂલી તેણે 12માં ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો. ત્યાર બાદ તેણે કોમ્પ્યુટરની તાલીમ મેળવી નખત્રાણામાં ખાનગી કંપનીમા નોકરી શરૂ કરી.

આ દરમ્યાન બંને હાથોથી દિવ્યાંગ એવી કવિતા નામની યુવતિ તેનાં પરિચયમાં આવી. તેઓ બંન્ને વિકલાંગતાનાં વસમા દર્દ સાથે તેઓ એકબીજાની મદદ કરતા કરતા લાગણીનાં તાંતણે બંધાયાં અને બંનેએ પ્રેમ લગ્ન કરી લીધાં. આજે યુવકને પગથી દિવ્યાંગતાનો અને યુવતીને બે હાથ ન હોવાનો કોઈ વસવસો નથી. તેઓ પોતાનાં પરીવાર સાથે એકબીજાની હૂંફભરી તાકાત બની આનંદભર્યું જીવન વીતાવી રહ્યાં છે.

આવી જ રીતે બંને હાથોથી વંચિત આ કવિતા નામની યુવતીનાં જીવનમાં આવેલા વળાંકો પણ પડકારભર્યા હતાં. બેંગાલૂરુમાં અંગ્રેજી માધ્યમની શાળામાં ભણેલી આ યુવતિનાં માં-બાપ તેને ઉચ્ચ શિક્ષણ અપાવવા માંગતા હતાં. પરંતુ માં-બાપનાં અરમાન પૂરા થાય તે પહેલા 12 વર્ષની ઉંમરે જીવનમાં આવેલા વળાંકે નવા પડકારોની હારમાળા સર્જી દીધી અને સંજોગો સામે જંગ છેડવા મજબુર કરી.

પોતાનાં મકાનની છત પર ભાઈની સાથે પતંગ ચગાવી રહેલી 12 વર્ષની કવિતાનાં હાથ વીજવાયરને અડી ગયાં. જો કે કવિતા તો બચી ગયી પરંતુ તેને પોતાનાં બંન્ને હાથ કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો. હાથ કપાયા બાદ પણ તેને ઉચ્ચ અભ્યાસ કરવો હતો પરંતુ કારકિર્દીનાં ઉંબરે જ 10માં ધોરણની પરીક્ષા માટે રાઈટર ન મળતાં પરીક્ષા ન આપી શકી. જો કે, સમયને અનુરૂપ કવિતાએ કોમ્પ્યુટરની તાલીમ મેળવી લીધી અને તેનાં પરીવારનાં સભ્યોએ પણ હૂંફ આપતાં બળ મળ્યું તેથી આજે કવિતા બંને હાથોથી વિકલાંગ હોવા છતાં સામાન્ય જીવન જીવે છે.

કવિતા પોતે જાતે જ સંજોગો સામે બાથ ભીડીને વિકસાવેલી ટેલેન્ટથી ઘરનું ગુજરાન પણ ચલાવી રહી છે. આ યુવતીનાં બંને હાથો કુદરતે છીનવી લીધાં હોવાં છતાં સ્વસ્થ ગૃહિણીને પણ ઈર્ષ્યા થાય તેટલી ઝડપથી રોજિંદા ઘરકામ કરી શકે છે. આ યુવતીએ હાથોની ખોટનો અહેસાસ ખુદને થવા દીધો નથી. ઘરનાં રોજીંદા કામો બે હાથ ન હોવાં છતાં આસાનીથી કરી શકે છે.

રસોઈ કરવી, રોટલી વણવી, સિલાઈ કામ કરવું, કપડાં ધોવાં કે પછી લખવું કે કોમ્પ્યુટર ચલાવવું. આ બધાં કામ તે સામાન્ય વ્યક્તિની જેમ કરે છે. તો આ તરફ તેમનાં પતિ કમલેશભાઈ પણ બંને પગે દિવ્યાંગ હોવાં છતાં કોમ્પ્યુટર પર સિવિલ ડ્રાફ્ટિંગનું કામ કરીને સ્વમાનભેર રોજીરોટી કમાઈ રહ્યાં છે. કમલેશભાઈ હાલ કોમ્પ્યુટર પર મકાનોનાં નકશા, 3D એનિમેશન, એસ્ટીમેન્ટેશનનું કામ કરી રહ્યાં છે.

ડોક્ટરની બેદરકારીએ કવિતા પાસેથી હાથ છીનવ્યાં અને શિક્ષણ વ્યવસ્થાનાં નિષ્ઠુર નિયમોએ તેનાં ઉચ્ચ અભ્યાસનાં સપનાં પર પાણી ફેરવ્યું છતાં મોંઘવારીનાં કપરા સમયમાં આ દંપતી પોતાનાં આત્મબળથી ગુજરાન ચલાવી રહ્યું છે. ત્યારે બંનેમાંથી એકને સરકારી નોકરી મળે તો તેમનાં જીવનમાં નવા પડકારો પર પૂર્ણવિરામ મૂકી શકાય તેમ છે.

ઘરની રસોઈ કરવી એટલું જ નહીં ઘરે ગમે તેટલાં મહેમાનો આવે તો પણ તેમની આગતા સ્વાગતા અને રસોઈમાં જરા પણ મૂંઝવણ થતી નથી. બેંગ્લોરમાં અંગ્રેજી માધ્યમની શાળામાં ભણેલી આ યુવતિનાં માં-બાપ તેને ઉચ્ચ શિક્ષણ અપાવવા માંગતા હતાં. દિકરી તરીકે તેનાં માટે આ એક મોટો પડકાર હતો. પરંતુ માં-બાપનાં અરમાન પૂરા થાય તે પહેલાં 12 વર્ષની ઉંમરે જીવનમાં આવેલાં વળાંકે નવા પડકારોની હારમાળા સર્જી દીધી અને સંજોગો સામે જંગ છેડવા મજબુર કરી.

પોતાનાં મકાનની છત પર ભાઈની સાથે પતંગ ચગાવી રહેલી 12 વર્ષની કવિતાનાં હાથ ઉપરથી પસાર થતાં વીજ વાયરને અડી ગયાં અને વીજશોક લાગતા જ તે ઢળી પડી. કવિતા ભાનમાં આવી ત્યારે તેનાં બંને હાથ કપાઈ ચૂકયાં હતાં. હાથ કપાયા બાદ પણ તેને ઉચ્ચ અભ્યાસ કરવો હતો પરંતુ કારકિર્દીનાં ઉંબરે જ 10માં ધોરણની પરીક્ષા માટે રાઈટર ન મળતા પરીક્ષા ન આપી શકી.

સમયને અનુરૂપ કવિતાએ કોમ્પ્યુટરની તાલીમ મેળવી લીધી અને તેનાં પરીવારનાં સભ્યોએ પણ હૂંફ આપતા બળ મળ્યું તેથી આજે કવિતા બંને હાથોથી વિકલાંગ હોવા છતાં સામાન્ય જીવન જીવે છે. પોતાનાં ટેલેન્ટથી ઘરનું ગુજરાન પણ ચલાવી રહ્યાં છે અને યુવતિનાં બંને હાથો કપાયેલા હોવા છતાં સ્વસ્થ ગૃહિણીને પણ ઈર્ષ્યા થાય તેટલી ઝડપથી રોજીંદા ઘરનાં કામો કરીને અન્યો માટે ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

સિલાઈ મશીન હોય કે લેપટોપ અને કોમ્પ્યુટર, કવિતા તેને આસાનીથી ચલાવે છે. ડોકટરની બેદરકારીએ કવિતા પાસેથી હાથ છીનવ્યા અને શિક્ષણ વ્યવસ્થાની લાપરવાહીએ તેનાં ઉચ્ચ અભ્યાસનાં સપના પર પાણી ફેરવ્યું, છતાં મોંઘવારીનાં કપરા સમયમાં આ દંપતિ પોતાના આત્મબળથી ગુજરાન ચલાવે છે ત્યારે બંનેમાંથી એકને સરકારી નોકરી મળે તો તેમના જીવનમાં નવા પડકારો પર પૂર્ણ વિરામ મૂકી શકાય તેમ છે.

You might also like