ઝઘડા કરતાં દંપતીઓ બીમારીને આપે છે આમંત્રણ

પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય તો તે બંનેને આંતરડામાંથી પ્રોટીનના લીકેજને કારણે લોહીમાં બેકટેરિયા ભળી જવાથી સોજો ચડવાની બીમારી થઇ શકે છે. લગ્નજીવનની નિષ્ફળતા અને આરોગ્ય વચ્ચેના સંબંધની દિશામાં પ્રકાશ પાડતું આ પ્રથમ સંશોધન છે.

સંશોધક જેનિસ કિકોલ્ટ-ગ્લેસરે જણાવ્યું હતું કે લગ્નજીવનમાં રોજની તંગદિલીને કારણે સોજા ચડવા માંડે છે અને એને કારણે અન્ય બીમારીઓ પણ થાય છે. સંશોધકોએ ૪૩ આરોગ્યવાન દંપતીઓને અભ્યાસમાં સામેલ કર્યા હતા. તેમને તીવ્ર મતભેદો અને અસંમતિ જગાવતા મુદ્દા ઉકેલવા ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું હતું.

સંશોધનના ભાગરૂપે ઝઘડા કરતા પહેલાંના અને પછીના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આંતરડાનું લીકેજ અત્યંત ક્રોધ અને દુશ્મનાવટથી લડનારાં પાત્રોમાં વિશેષ પ્રમાણમાં મળ્યું હતું.

You might also like