કેરલ: કન્નૂરમાં ભાજપની ઓફિસમાં બોમ્બ ફેંક્યા, એક દિવસ પહેલાં જ થઇ હતી કાર્યકર્તાની હત્યા

કન્નૂર: કેરલના કન્નૂરમાં ભાજપના કાર્યકર્તાની હત્યાના એક દિવસ બાદ પાર્ટીની ઓફિસમાં બુધવારે કેટલાક લોકોએ દેસી બોમ્બથી હુમલો કર્યો. બોમ્બના અવાજથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.

કન્નૂરના તાલાસેરીમાં ભાજપની ઓફિસ છે. કહેવામાં આવી રહ્યું છે કે સવારે કેટલાક અજાણ્યા લોકોએ પાર્ટીની ઓફિસ પર એક પછી એક દેસી બોમ્બ ફેંક્યા. ઘટનામાં કોઇ નુકસાનના સમાચાર નથી.

આ પહેલાં સોમવારે રાત્રે કન્નૂર જિલ્લાના પપ્પીનિસેરીમાં કેટલાક તોફાની તત્વોએ 27 વર્ષીય ભાજપના કાર્યકર્તા પીવી સુરજીને તેમના ઘરવાળાઓની સાથે મોતનો ઘાટ ઉતારી દીધો હતો. બચાવ માટે આવેલા તેમના પરિજનોનો પર બદમાશોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં કન્નૂર જિલ્લા પંચાયતના સભ્ય વેણુગોપાલને પણ ઇજા પહોંચી છે.

પોલીસે આ મામલે 8 લોકોની ધરપકડ કરી છે. કેસની તપાસ ચાલુ છે. કન્નૂર જિલ્લામાં જ ડિસેમ્બર 2013માં ભાજપના નેતા વિનોદ કુમારની હત્યા કરવામાં આવી હતી અને બે ભાજપના નેતાને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હતા.

ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે હત્યા સીપીએમ કાર્યકર્તાઓએ કરી છે. ઘટના બાદ જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રવિવારે માકપા અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હાથાપાઇ થઇ હતી. તેમાં અજાનુર ગ્રામ પંચાયતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા અને અનેક લોકોને ઇજા પહોંચી હતી.

You might also like