દેશની બેન્કની ગ્રોસ એનપીએ સપ્ટેમ્બરમાં વધીને ૯.૧ ટકા થઇ

728_90

મુંબઈ: બેન્કોની ગ્રોસ નોન પર્ફોર્મિંગ એસેટમાં સપ્ટેમ્બરમાં વધારો થઈને ૯.૧ ટકાની સપાટીએ પહોંચી ગઈ છે. જો અગાઉ માર્ચ મહિનામાં ૭.૮ ટકા હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બહાર પાડેલા એક રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે, મોટાભાગની શેડ્યૂલ કોમર્શિયલ બેન્કોની ગ્રોસ એનપીએમાં વધારો નોંધાતો જોવાયો છે. અહેવાલ મૂલ્યાંકનમાં નુકસાનના ઊંચા સ્તરના કારણે બેન્ક ઉપર નજીકના ભવિષ્યમાં જોખમ ચાલુ રહી શકે છે. બેન્ક બેલેન્સશીટ નાણાકીય રીતે વધુ મજબૂત કરશે. ઊંચા ક્રેડિટ ગ્રોથ માટે પૂરતી મૂડીનો અભાવ જોવા મળી શકે છે.

આરબીઆઈના રિપોર્ટ અનુસાર જો બેન્કમાં વ્યાપક પ્રમાણમાં આર્થિક પરિસ્થિતિઓ ખરાબ થાય તો ગ્રોસ નોન પર્ફોર્મિંગનો રેશિયો વધી શકે છે. ૨૦૧૭ સુધીમાં ગ્રોસ નોન પર્ફોર્મિંગ એસેટ વધીને ૯.૮ની સપાટીએ જોવાઈ શકે છે. જ્યારે માર્ચ ૨૦૧૮ સુધી ૧૦.૧ ટકા સુધીની જોવાઈ શકે છે.
http://sambhaavnews.com/

You might also like
728_90