અહિં મળી રહ્યુ છે એક રૂપિયાથી પણ સસ્તુ પેટ્રોલ……

સોમવારે પેટ્રેોલની કિંમતમાં 33 પૈસા લીટરના દરે વધારો કરવામાં આવ્યો, જ્યાર બાદ ભારતની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 76.57 રૂપિયા થઈ ચુકી છે. સાથે મુંબઈમાં તો પેટ્રોલની કિંમત 84.4 પ્રતિ લીટર સુધી કુદકો મારી ચુકી છે. પણ એક જગ્યા એવી છે, જ્યા એટલુ સસ્તુ પેટ્રોલ મળી રહ્યુ છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

તમને કદાચ જ વિશ્વાસ થશે કે વેનેજુએલામાં એક લીટર પેટ્રોલની કિંમત લગભગ 65 પૈસા છે. દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ આ દેશમાં મળી રહ્યુ છે. ગલ્ફ દેશોમાં, જ્યા કાચા તેલનો ભંડારો છે. ત્યા પણ આટલુ સસ્તુ પેટ્રોલ મળતુ નથી. સઉદી અરબમાં પેટ્રોલ જ્યા 15 રૂપિયા પ્રતિ લીટર છે, ત્યારે એશિયાઈ દેશોમાં મલેશિયામાં તેની કિંમત લગભગ 34 રૂપિયા જેટલી છે.

ભારતના પડોસી દેશોમાં પેટ્રોલની કિંમત આશા કરતા ઓછી છે. પાકિસ્તાનમાં જ્યા એક લીટર પેટ્રોલ માટે ખાલી 44-45 રૂપિયા ખર્ચવા પડે છે, જ્યારે શ્રીલંકામાં તેની કિંમત લગભગ 54 રૂપિયા છે. નેપાળમાં પણ લીટર જેટલા પેટ્રોલની કિંમત 62 રૂપિયાથી વધારે નથી.

એવામાં ઘમી વાર મનમાં એવો વિચાર પણ આવે કે આપણો જન્મ તે દેશોમાં કેમ ન થયો જ્યા પાણી કરતા પણ પેટ્રોલ સસ્તુ છે. પણ રાહતની વાત એ છે કે ઘણા દેશો એવા પણ છે કે જ્યા પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી પણ વધારે છે. એક લીટર પેટ્રોલ માટે યૂકેમાં 102 રૂપિયા ખર્ચવા પડે છે, જ્યારે ઈટલીમાં પેટ્રોલ 115 રૂપિયામાં મળે છે.

દુનિયામાં સૌથી મોંગુ પેટ્રોલ આઈસલેન્ડમાં મળે છે. લગભગ 135.68 રૂપિયા પ્રતિ લીટરના દરથી પેટ્રોલ મળે છે. જ્યારે, હોંગકોંગમાં એક લીટર પેટ્રોલની કિંમત 134.09 રૂપિયા છે. અહીં મોટી માત્રામાં પેટ્રોલ આયાત કરવામાં આવે છે.

You might also like