ભારતે ચીનને આપ્યો જવાબ : NSG મેંબર માટે NPT ફરજીયાત નહી

નવી દિલ્હી : ભારતે શુક્રવારે ચીનની તે દલિલ ફગાવી દીધીહતી તેને ન્યુક્લિયર સપ્લાય ગ્રુપનાં સભ્યપદ પ્રાપ્ત કરવા માટે પરમાણુ અપ્રસાર સંધી (એનપીટી) પર સાઇન કરવું જોઇએ. ભારતે પોતાનાં જવાબમાં કહ્યું કે ફ્રાંસે એનપીટી સાઇન કર્યા વગર જ આ સંગઠનમાં સમાવવામાં આવ્યું હતું. જેથી ચીન દ્વારા આપવામાં આવેલ તર્ક અસ્થાને છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું કે હું સમજુ છું કે થોડા ભ્રમ છે. એટલે સુધી કે એનપીડી પણ બિન એનપીટી દેશોની સાથે પરમાણુ સહયોગની પરવાનગી આપે છે.

જો કોઇ સંબંધ છે તો તે NSG અને IAEA સુરક્ષાનાં માનકો અને નિકાસ નિયંત્રણોની સાથે છે. સ્વરૂપે ચીનનાં એક અધિકારીનાં નિવેદન અંગે જવાબ આપી રહ્યા હતા કે ચીન ત્યારે ભારતની એનએસજીની દાવેદારીનું સમર્થન કરશે જ્યારે તે NPT પર હસ્તાક્ષર કરશે. સ્વરૂપે કહ્યું કે એનએસજી સભ્યોને સુરક્ષા માનકો અને નિકાસ નિયંત્રણોનું સન્માન કરવાનું છે. ન્યુક્લિયર સપ્લાય ગ્રુપનાં દિશાનિર્દેશ અનુરૂપ હોય. એનએસજી એક તદર્થ નિકાસ નિયંત્રણ વ્યવસ્થા છે તથા ફ્રાંસ જે થોડા સમયથી એનપીટી સભ્ય નહોતો, એનએસજીનો સભ્ય હતો કારણ કે તે એનએસજીનાં ઉદ્દેશ્યોનું સન્માન કરતા હતા.

ચીનમાં ભારતની એનએસજીનાં સભ્યપદનાં પ્રયાસનો તે આધાર પર વિરોધ કર્યો છે કે તેણે અત્યાર સુધી એનપીટી પર સાઇન નથી કર્યુ. તેનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા લૂ કાંગે કહ્યું હતું કે એનએસજી સહિત તમામ બહુપક્ષીય પરમાણુ અપ્રસાર અને નિકાસ નિયંત્રણ વ્યવસ્થા એનએસજીનાં વિસ્તાર માટે એનપીટીને એક મહત્વપુર્ણ માપદંડ માન્યો હતો. તેમણે કહ્યું કે ભારત ઉપરાંત ઘણા બીજા દેશોએ પણ જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

You might also like