ડ્રોનથી ઊંચકી શકાય એવી કન્વર્ટિબલ કાર લાવશે એરબસ

જિનીવા ખાતે ચાલી રહેલા ઈન્ટરનેશનલ મોટર-શોમાં બ્રિટિશ એવિએશન કંપની એરબસ અને ઈટલીની ઈટાલડિઝાઈન નામની ડિઝાઈન તથા એન્જિનિયરિંગ કંપનીએ મળીને એક અનોખી કાર રજૂ કરી છે. પોપ અપ નામની અા કાર સમાન્ય સંજોગોમાં બે વ્યક્તિ બેસીને મુસાફરી કરી શકે એવી સ્વયંસંચાલિત કાર બની રહી છે. બેટરીથી ચાલતી અા કાર સિંગલ ચાર્જમાં અાસાનીથી ૧૦૦ કિલોમીટર સુધી દોડી શકે છે. જો તેમને ટ્રાફિક નડે તો મુસાફરો અા કારની મોબાઈલ એપની મદદથી કમાન્ડ અાપીને એક મોટી સાઈઝનું ડ્રોન બોલાવી શકે છે. અા ડ્રોન અાવીને પેસેન્જર બેઠા હોય એ કેપ્સુલ ટાઈપના ભાગને ઊંચકી લે છે.
http://sambhaavnews.com/

You might also like