ડ્રેસ સાથે કોટીનો ટ્રેન્ડ પાછો અાવી રહ્યો છેે

મહિલાઅો પહેલેથી અેવી માન્યતા ધરાવતી હોય છે કે, કુરતી- ચૂડીદાર કે સલવાર-કમીઝ સાથે દુપટ્ટો તો ખૂબ જરૂરી છે, પણ હવે ડ્રેસ સાથે કોટી પહેરવાનો ટ્રેન્ડ પાછો અાવી ગયો છે. ડિઝાઇનર્રસ પણ લગ્ન પ્રસંગ માટે બનાવેલા હેવી લહેંગા હોય, ટ્રેડિશનલ મેક્સી ડ્રેસ હોય મિરર વર્કની કે હેન્ડ વર્ક કોટી વધુ પસંદ કરે છે.

મહિલાઅો સલવાર-કમીઝ કે ચૂડીદાર પહેરે તેના પર અઢી મીટર લાંબો દુપટ્ટો લેવાનું ભૂલતી નથી. ધીરે-ધીરે દુપટ્ટાની ફેશનની જગ્યા સ્કર્ાફ અને સ્ટોલમાં બદલાઈ ગઈ, પરંતુ હવે દુપટ્ટા, સ્કર્ાફ અને સ્ટોલની ફેશન સાથોસાથ હેવી અેેમ્બ્રોઇડરી અને ફુલ મિરર વર્ક જેવી કોટી પણ જાેવા મળે છે. અા કોટીને ઘણાં લોકો વેસ્ટકોટ અને  જેકેટ તરીકે પણ અોળખે છે.

છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડ અને ટેલીવૂડ અેક્ટ્રેસ પણ દુપટ્ટા વગરના હેવી પાર્ટી – વૅર ડ્રેસિસમાં ટ્રેડિશનલ કોટીમાં  વધુ જાેવા મળે છે. અાટલું જ નહીં, હવે નવરાત્રિમાં, સંગીતમાં, વેડિંગમાં કોટીનો કોન્સેપ્ટ જાેવા મળે છે. અા કોન્સેપ્ટમાં કેવી કોટી કે જેકેટમાં ડિઝાઇન પસંદ કરી શકાય અને ખરીદતા સમય શું ધ્યાનમાં રાખવું જાેઈઅે.

કેઝયુઅલ લૂક : જાે તમે મૂવીમાં કે પાર્ટીમાં કે પિકનિકમાં જતા હોવ તો કેઝયુઅલ લૂક અાપતો ડેનિમ વેસ્ટકોટ પહેરી શકાય છે. અા કોટી સિમ્પલ અને પ્લેન ટી-શર્ટ સાથે પહેરી શકાય છે.

સામાજિક પ્રસંગો : લગ્ન પ્રસંગ હોય, સંગીત હોય કે કોઈ પણ સામાજિક પ્રસંગ કેમ ન હોય તમે તમારા સિમ્પલ અનારકલી ડ્રેસ સાથે ભરતકામ, જરીકામ અને મિરર વર્કવાળી કોટી પહેરી શકો છો.

પ્રોેફેશનલ લૂક : વર્કિંગ વુમન અેક પરફેક્ટ પ્રોેફેશનલ લૂક માટે સતત કંઈક અેવાં અેક્સ્પરિમેન્ટ કયા કરે છે. અોફિસ જતી મહિલામાં નહેરુ જેકેટ પરફેક્ટ પ્રોફેશનલ લૂક અાપે છે.

નવરાત્રિ અૅક્ઝબિશનમાં યુનિક ગરબા ડ્રેસિસ જાેવા મળે છે. અા વર્ષે પણ ગરબા ગાર્મેન્ટસમાં સ્મર્ાટ શ્રગ જાેવા મળ્યા છે. બંજારા વી સ્ટાઈલના લૂકવાળા અને મિરર વર્કવાળા જેકેટ પહેરી તમારો સિમ્પલ ગરબા ડ્રેસ સ્ટાઇલિશ બનાવી શકો છો. જાેકે ગરબામાં કચ્છી અેમ્બ્રોઇડરી, મિરર વર્ક અને દોરા વર્કની કોટી નવરાત્રિમાં અેથનિક લૂક અાપશે.

પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી ખ્યાતિ દવે કહે છે કે, દરરોજ ચણિયાચોળી પહેરવાના બદલે સિમ્પલ ટ્રેડિશનલ ડ્રેસ પહેરવા વધુ ગમે છે. ડેનિમ જિન્સ કે સલવાર-સૂટ પર કોટી હેવી લૂક અાપે છે.

કેવી રીતે કોટીને પેર- અપ કરશો

ડ્રેસ કે લાંબા અનારકલી સાથે દુપટ્ટાને બદલે કોટી પહેરી શકાય છે, જ્યારે કોટી પહેરવાથી દુપટ્ટાની ઝંઝટ ટળી જાય છે. કોઈ પણ ડ્રેસ પર પહેરવામાં અાવતી કોટીનો કલર ડ્રેસના કલરથી કોન્ટ્રાસ્ટ અને હેવી વર્કવાળું, ચમકીલી અથવા મલ્ટકલર કોટી પસંદ કરવી.

લાૅ ગર્ાડન રોડ પર ચણિયાચોળીનો સ્ટોલ ધરાવતા હિતેશ દંતાની કહે છે કે, લાૅ ગર્ાડન પર બજારમાં ૨૦૦ રૂપિયાથી લઈ ૧,૫૦૦ સુધી ભારે કોટીનું વેચાણ વધ્યું છે. યુવતીઅો નવરાત્રિ સિવાય પણ જિન્સ પર પહેરવા કોટી લઈ જતી હોય છે.

You might also like