કપાસિયા તેલમાં પણ સુધારાનો ટ્રેન્ડ જોવાયો

અમદાવાદ: સિંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી તેજી જોવા મળી છે. સિંગતેલના ડબાએ ૨૨૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે. ઊંચા ભાવે સિંગતેલની માગ ઘટી કપાસિયા તેલ તરફ વળતાં કપાસિયા તેલના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે.

કપાસિયા તેલ સ્થાનિક બજારમાં ડબે ૧૩૦૦ની સપાટી ટૂંકમાં ક્રોસ કરે તેવાં એંધાણ વરતાઇ રહ્યા છે. નોંધનીય છે કે માર્ચ બાદ કપાસિયા તેલમાં ડબે ૧૦૦થી ૧૫૦ રૂપિયાનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.
વરસાદ મોડો આવવાના એંધાણના પગલે કપાસિયા તેલના ભાવમાં પણ મજબૂત ચાલ જોવા મળી રહી છે.

હોટલો અને રેસ્ટોરાંવાળાની કપાસિયા તેલની માગ વધી
સિંગતેલના ભાવમાં જોવા મળેલી જોરદાર તેજીના પગલે હોટલો, રેસ્ટોરાંવાળાઓની સિંગતેલની માગ ઘટીને કપાસિયા તેલ તરફ વળી છે અને તેને કારણે કપાસિયા તેલની ડિમાન્ડ ટૂંક જ સમયમાં વધી ગઇ છે. સ્થાનિક બજારના જાણકારોના કહેવા પ્રમાણે સિંગતેલના ઊંચા ભાવને કારણે માર્જિનમાં ઘટાડો થતાં હોટલો અને રેસ્ટોરાંવાળા કપાસિયા તેલનો ઉપયોગ વધારી રહ્યા છે.

You might also like