પાછલા વર્ષની સરખામણીએ કપાસિયા તેલના ભાવ ડબે ૧૫ ટકા ઊંચા

અમદાવાદ: નોટબંધી બાદ સિંગતેલના ભાવમાં સ્ટેડી ચાલ જોવા મળી છે. પાછલા વર્ષની સરખામણીમાં પણ સિંગતેલના ભાવમાં ખાસ મોટો ફેર જોવા મળ્યો નથી, પરંતુ કપાસિયા તેલના ભાવ પાછલા વર્ષની સરખામણીએ ડબે ૧૫ ટકા ઊંચા જોવા મળી રહ્યા છે એટલે કે પાછલા વર્ષે આ જ સમયગાળામાં કપાસિયા તેલનો ભાવ ૧૧૦૦ રૂપિયાની સપાટીએ જોવાયો હતો જે હાલ ૧૨૫૦થી ૧૨૬૦ની સપાટીએ જોવાયો છે.

સ્થાનિક હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે ગુલાબી ઇયળના ત્રાસના કારણે કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને તેને કારણે કપાસિયા તેલને આ વખતે પણ અસર થઇ છે અને તેથી સિંગતેલ અને કપાસિયા તેલની સરખામણીમાં કપાસિયા તેલનો ભાવ મજબૂત જોવા મળી રહ્યો છે.

home

You might also like