કપાસનું ઉત્પાદન પાંચ વર્ષના તળિયે

અમદાવાદ: વર્ષ ૨૦૧૫-૧૬ના સમયગાળામાં દેશમાં કપાસનું ઉત્પાદન પાંચ વર્ષના તળિયે ૩.૩ કરોડ ગાંસડી રહી શકે છે. ઉલ્લેખનીય છે કે ૧૭૦ કિલો કપાસની એક ગાંસડી બને છે. ઉત્તર ભારતનાં અગ્રણી રાજ્યમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકાએ કપાસની આવકમાં પણ મોટું ગાબડું પડી શકે છે તો બીજી બાજુ કપાસના કારોબારીઓના કહેવા પ્રમાણે ચાલુ સિઝનમાં કપાસનું ઉત્પાદન ૩.૮ કરોડ ગાંસડીનું થઈ શકે છે. જે પાછલા વર્ષના સમાન સમાનગાળાની સરખામણીએ ૧૪ ટકા ઓછું છે.

નવેમ્બર મહિનાના પ્રથમ અનુમાનમાં કોટન એડવાઇઝરી બોર્ડે ૩.૬૫ કરોડ ગાંસડીના ઉત્પાદનનું અનુમાન લગાવ્યું હતું. જ્યારે એ‌િગ્રકલ્ચર મિનિસ્ટ્રીએ ૩.૩૫ કરોડ ગાંસડીનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેનના જણાવ્યા અનુસાર વરસાદમાં જોવા મળેલી ઘટના કારણે કપાસના ઉત્પાદનને અસર થઈ છે. ચાલુ વર્ષ કપાસનું ઉત્પાદન ૩.૨૫ કરોડ ગાંસડીથી વધુ નહીં થાય તેમ જણાવ્યંુ છે.

You might also like