કપાસના ભાવમાં ઊથલપાથલ વાયદો બંધ કરવા રજૂઆત

મુંબઈ: કપાસના પાછલા કેટલાક સમયથી મોટી વધઘટ જોવા મળી રહી છે. કપાસના વાયદામાં સટ્ટાકીય ચાલના પગલે કપાસના જમાખોરી વધી રહી છે અને તેના કારણે કપાસમાં છેલ્લા ત્રણ મહિનામાં ૪૦થી ૫૦ ટકાનો ઉછાળો જોવાય ચૂકયો છે.

હોઝીયરી બજારના વેપારીઓના કહેવા પ્રમાણે એપ્રિલ બાદ કપાસની કિંમતોમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો જોવાઈ ચૂક્યો છે. તેની સરખામણીએ વૈશ્વિક બજારમાં કપાસની કિંમતમાં માત્ર ૨૦થી ૨૫ ટકાનો વધારો નોંધાયો છે.

બીજી બીજુ છેલ્લા ટૂંકા સમયગાળામાં કપાસના વાયદાના ટર્નઓવરમાં અઢી ગણો વધારો નોંધાઈ ચૂક્યો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલા પાંચ વર્ષના સમયગાળામાં કપાસની આવક સૌથી ઓછી જોવાઈ છે.

You might also like