નવી નોટ છાપવામાં RBIએ 13 હજાર કરોડનો ખર્ચ : 84 ટકા રોકડ જ સર્કુલેશનમાં

નવી દિલ્હી : નવેમ્બરમાં નોટબંધી બાદ કરન્સી પ્રિન્ટ કરવામાં આરબીઆઇનાં 13 હજાર કરોડ રૂપિયા ખર્યા હતા. એસબીઆઇનાં એક અહેવાલમાં આ બાબત સામે આવી હતી. આરબીઆઇ જો નોટબંધી પહેલાની કરન્સીની 90 ટકા પ્રિન્ટ કરે તો આ ખર્ચ વધારે 500 કરોડ રૂપિયા વધી શકે છે. નોટબંધી પહેલા જેટલી કરન્સી હતી તેની તુલનાએ હજુ 84 ટકા જ કરન્સી સિસ્ટમમાં આવી છે.

એસબીઆઇનાં એક અહેવાલ અનુસાર નોટબંધી સમયે 15.44 લાખ કરોડ રૂપિયાના મુલ્યની કરન્સી પાછી ખેંચવામાં આવી હતી. જે પૈકી હજી 84 ટકા કરન્સી સિસ્ટમમાં પાછી આવી છે. નવી કરન્સીની પ્રિન્ટિંગ પર રિઝર્વ બેંક હજુ સુધી 12-13 હજાર કરોડ રૂપિયા ખર્ચી ચુકી છે. આરબીઆઇ હવે 200 રૂપિયાની નોટ પણ છાપી શકે છે. તેથી જો 500ની સાથે સાથે 200 રૂપિયાની નોટ પર પ્રિન્ટ કરવામાં આવે તો ખર્ચ વધવાનો અંદાજ છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું કે 10 રૂપિયાનાં એક સિસ્સા પર સરકાર 6 રૂપિયાનો ખર્ચ કરે છે. દર 500 રૂપિયાની નોટ પાછળ 2.87થી લને 3.09 રૂપિયાનો છપામણી ખર્ચ કરે છે. જ્યારે 2 હજાર રૂપિયાની નોટ પર સાડાત્રણથી 3.77 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

You might also like