કેજરીવાલના સાઢુ ભાઇએ નકલી કંપનીઓ બનાવી કરોડોનું કૌભાંડ આચર્યું

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હંમેશા જ પોતાની પાર્ટીની સ્પષ્ટ છબીનાં વખાણ કરવાનું નથી ચુકતા. જો કે હવે તેઓ પોતાના જ સાઢુના ભ્રષ્ટાચારનાં કિસ્સામાં ઘેરાઇ ગયા છે. દિલ્હી પોલીસની આર્થિક ગુનાશાખાએ સુરેન્દ્ર કુમાર બંસલની વિરુદ્ધ પ્રારંભિક તપાસનાં આદેશ આપ્યા છે.

રોડ એન્ટી કરપ્શન ઓર્ગેનાઇઝેશન નામના એનજીઓએ બંસલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. તપાસ અધિકારીએ એનજીઓ મુદ્દે મહત્વનાં દસ્તાવેજો રજુ કરવા માટે કહ્યું છે. એનજીઓએ આરોપ લગાવ્યો કે કેજરીવાલે પોતાના સાઢુ સુરેન્દ્ર કુમાર બંસલને 2014 થી 2016ની વચ્ચે કેટલાક નિર્માણ કાર્યોનું સરકારી કામ સોંપ્યું હતું.

જેમાં કેટલીક ડમી કંપનીઓ બનાવી કરોડો રૂપિયાનું કામ દેખાડવામાં આવ્યું અને પછી કાગળો પર જ કામ દેખાડીને પૈસા ચાઉ કરી દેવાયા હતા. એનજીઓનાં સંસ્થાપક રાહુલ શર્મા અને વિપ્લવ અવસ્થીનું કહેવું છે કે કેજરીવાલે આ બધુ પોતાના સંબંધીને ફાયદો થાય તે માટે કરાવ્યું છે. તેમના તરફથી 150 કરતા પણ વધારે આરટીઆઇ દાખલ કરવામાં આવી છે. જો કે સંબંધિક વિભાગોએ કોઇ જાણકારી આપી નથી.

You might also like