ભ્રષ્ટાચાર અને સિદ્ધારમૈયા સરકાર એકબીજાના પર્યાય બની ગયા છેઃ અમિત શાહ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત વાર-પલટવાર ચાલી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકના કુલબર્ગીમાં પત્રકાર પરીષદ યોજી હતી. આ અગાઉ અમિત શાહે શ્રી વિસ્તારના માલખેડા મંદિર પહોંચ્યા હતા.

અહીં અમિત શાહ સાથે બીએ યેદિયુરપ્પા સાથે હાજર હતા. પત્રકાર પરીષદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. અમિત શાહે જણાવ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર દરેક મોરચા પર નિષ્ફળ રહી છે. કર્ણાટકમાં ભ્રષ્ટાચારનો વધારો થયો છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકાર અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ચૂક્યાં છે.

ભાજપ અધ્યક્ષે લોકસભાના વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગે પર નિશાન સાંધ્યું હતું. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસનું શાસન કેવું છે તે જોવું હોય તો મલ્લિકાર્જૂન ખડગેના સંસદીય વિસ્તારમાં જઇએ તો ખબર પડે. મારી પાસે કાર્યકરોના આવેલા ફીડબેકમાં જણાવાયું છે કે ખડગે સાહેબના વિસ્તારમાં કોઇપણ પ્રકારનું કામ થયું નથી.

જ્યારે ભાજપના નેતા અનંત હેગડેના નિવેદન પર થયેલા વિવાદ પર ડેમેજ કંટ્રોલ કરતા જોવા મળ્યા હતા. અમિત શાહે જણાવ્યું કે હેગડેજીએ પોતાના નિવેદન પર માફી માગી લીધી છે. આ દરમિયાન અમિત શાહે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનો મુદ્દો પણ ઉઠાવ્યો.

You might also like