અમદાવાદઃ DEO નવનીત મહેતા પર લાગ્યાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ, જાણો કેમ?

અમદાવાદઃ શહેરનાં DEO નવનીત મહેતા પર ભ્રષ્ટાચારનાં આક્ષેપ લાગ્યાં છે. નવનીત મહેતાની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. સ્કૂલને NOC આપવી, ભરતી મંજૂરી અને ડમી સ્કૂલ મામલે કાર્યવાહીમાં કચાશ દાખવતા હોવાનું સામે આવ્યું છે.

DEOની મીઠી નજર હેઠળ કોઈ પણ મંજૂરી વિના વર્ષોથી શમા સ્કૂલ ચાલી રહી છે. શાહપુરનાં વાહાઈ મીલ કમ્પાઉન્ડમાં આ સ્કૂલ ચાલી રહી છે.

આ મામલે એક જાગૃત નાગરિકે DEOને અનેક વાર રજૂઆત કરવા છતાં આ મામલે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તો બીજી બાજુ જમાલપુરની જ્ઞાનોદય હિન્દી સ્કૂલને વસ્ત્રાપુરમાં ટ્રાન્સફર અપાયું છે. મહત્વનું છે કે સ્કૂલને બોર્ડ કે શિક્ષણ વિભાગ 5 કિમીથી દૂર ટ્રાન્સફર ન આપી શકે તેમ છતાં અહીં સ્કૂલને ટ્રાન્સફર આપવામાં આવ્યું.

એટલું જ નહીં જ્ઞાનોદય સ્કૂલમાં વિદ્યાર્થીઓ ન હોવાં છતાં પણ 2 શિક્ષકોની ભરતી કરવામાં આવી. જે મામલે પણ નવનીત મહેતા પર ભ્રષ્ટાચારનાં આક્ષેપ લાગ્યાં છે.

You might also like