કોર્પોરેશન નાગરિકોને મફત આયુર્વેદિક ઉકાળો ‌પીવડાવશે

અમદાવાદ: અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગે ઉત્પાત મચાવ્યો છે. ઘરે ઘરે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીના ખાટલા જોવા મળે છે. દિલ્હીની જેમ અમદાવાદમાં ડેન્ગ્યુના ટાઇપ-ત્રણ વાઇરસે દેખા દેતાં તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સારવાર માટે એલોપ‌ે‌િથક દવા અસરકારક નિવડતી નથી, જેના કારણે સત્તાવાળાઓ આયુર્વેદિક ઉકાળાનો આશરો લેવાના છે. નાગરિકોને મફત આયુર્વેદિક ઉકાળો પીવડાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

એલોપેથિકમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સારવાર માટે ખાસ અસરકારક ઇલાજ નથી. તબીબો આ રોગના દર્દીઓને વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપે છે તેમજ એ‌િન્ટબાયો‌િટક્સ દવાના બદલે પેરાસિટામોલ પર વધુ ભાર મુકાઇ રહ્યો છે. ડેન્ગ્યુના દર્દી માટે આયુર્વેદની દૃષ્ટિએ પપૈયાંના પાનનો રસ પણ હિતાવહ ગણાયો છે.

જોકે મ્યુનિ. તંત્ર દ્વારા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓને આયુર્વેદિક ઉકાળો પીવડાવવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે. અમદાવાદ જિલ્લા પંચાયતની આયુર્વેદિક શાખા દ્વારા ઉકાળો તૈયાર કરીને કોર્પોરેશનને આપવામાં આવશે. કોર્પોરેશન દ્વારા શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ જાહેર સ્થળોએ નાગરિકોને મફતમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાશે.

You might also like