કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાને મોળો પ્રતિસાદ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂની ફોર્મ્યુલા અને નવી ફોર્મ્યુલા સહિતની બાકી ટેક્સની રકમની ઝડપી વસૂલાત માટે તંત્ર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ સિવાયની કુલ બાકી મિલકતવેરાની રકમ માટે ગત તા. ૧૬ જાન્યુઆરીથી આગામી તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૧૭ સુધીની પ્રોપર્ટી ટેક્સ રિબેટની યોજના જાહેર કરાઇ છે, પરંતુ આ યોજનાને કરદાતાઓનો મોળો પ્રતિસાદ મળતા સત્તાવાળાઓ ચિંતિત બન્યા છે.

કોર્પોરેશનની તિજોરીમાં કુલ રૂ. ૬૬૦ કરોડ જમા થયા છે. મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં પ્રોપર્ટી ટેક્સનો લક્ષ્યાંક રૂ. ૮૫૦ કરોડનો નિર્ધારિત કર્યો છે. લક્ષ્યાંકને મેળવવા સત્તાધીશોને નેવાનાં પાણી મોભે ચઢાવવા પડશે, કેમ કે માર્ચ મહિનામાં સો કરોડની આવક થશે, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ૭૦થી ૮૦ કરોડની આવક મેળવવી પડકારરૂપ બનશે. બીજી તરફ મૂકેશકુમારે ટેક્સ ડિફોલ્ટર્સ સામે કડક સિલિંગ ઝુંબેશ હાથ ધરવાની તમામ ઝોનના ટેક્સ વિભાગને તાકીદ કરી છે.
http://sambhaavnews.com/

You might also like