કોર્પોરેશન હીટ એકશન પ્લાન પાછળ રૂ.૪૦ લાખ ખર્ચશે

અમદાવાદ: કોર્પોરેશન દ્વારા આગામી ઉનાળાને ધ્યાનમાં રાખીને હીટ એકશન પ્લાન તેયાર કરાયો છે. વર્ષ ર૦૧૩થી તંત્ર હીટ એકશન પ્લાન અમલમાં મુકાય છે. આ હીટ એકશન પ્લાન પાછળ આશરે રૂ.૪૦ લાખ ખર્ચશે. અમદાવાદીઓ ત્વચા દઝાડી દે તેેવી કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોકના ભોગ બનીને મોતનાં મોમાં ધકેલાઇને ન મરે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હીટ એકશન પ્લાન તૈયાર કર્યો છે. આ વખતે ચોથો હીટ એકશન પ્લાન ઘડી કઢાયો છે. અગાઉના હીટ એકશન પ્લાનના અનુભવોના આધારે આરોગ્ય વિભાગે આ વખતે હીટ એકશન પ્લાનને વધારે મજબૂત અને ગતિશીલ બનાવ્યો છે.

આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડૉ.ભાવિન સોલંકી કહે છે, ”આ વખતે તંત્ર શહેરમાં લોકો માટે વધુને વધુ પાણીની પરબો ઊભી થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને ઘનિષ્ઠ સારવાર મળે તેવા પગલાં લેશેે. સ્થાનિક હવામાન વિભાગની કચેરીના સહકારથી હીટ એકશન પ્લાન હેઠળની ઝુંબેશને વેગવંતી કરાશે. આ પ્લાન પાછળ અંદાજે રૂ.૪૦ લાખનો ખર્ચ થશે.

આજે સાંજે મેયર ગૌતમ શાહના હસ્તે ર્કોપોરેશન ખાને હીટ એકશન પ્લાનની પુસ્તિકાનું વિમોચન થશે. મ્યુનિ. સત્તાવાળાઓએ હર હંમેશની જેમ ખમાસા દાણાપીઠ મુખ્યાલય અને લૉ ગાર્ડન ખાતે નાગરિકોને દરરોજના તાપમાન ઇલેકટ્રોનિકસ સ્ક્રોલ ડિસ પ્લે બોર્ડ મારફતે અપાશે. હીટ સ્ટ્રોકથી બચવાની પત્રિકા પુસ્તિકાનું નાગરિકોને મફત વિતરણ કરાશે.

You might also like