કોર્પોરેશન બેન્કનાં લોન કૌભાંડમાં CBIના અમદાવાદમાં દરોડા

અમદાવાદ: દિલ્હીમાં આવેલી કોર્પોરેશન બેન્કમાં બોગસ દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની લોન આપવાના મામલે 145.48 કરોડની થયેલી છેત‌રપિંડીના ચકચારી કિસ્સામાં સીબીઆઇ (સેન્દ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ની ટીમે અમદાવાદ, દિલ્હી અને ગા‌િઝયાબાદમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા છે. સીબીઆઇએ મોડી રાતે છેતર‌િપંડીના 16 કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સીબીઆઇએ કોર્પોરેશન બેન્કની દિલ્હીના વંસતવિહાર વિસ્તારમાં આવેલી પાંચ શાખા, વસંતકુંજની છ શાખા અને આલીની પાંચ શાખામાં બોગસ દસ્તાવેજો, આધારે કરોડો રૂપિયાની લોન આપવાના મામલે તત્કાલીન ચીફ મેનેજર, તત્કાલીન બ્રાંચ મેનેજર, ખાનગી વ્યકિતઓ, કંપનીઓ અને તેના પ્રોપરાઇટર અને મા‌િલકો તેમજ વકીલો વિરુદ્ધમાં સીબીઆઇએ 16 કેસ દાખલ કર્યા છે. ગઇ કાલે સીબીઆઇએ દિલ્હીમાં 10 જગ્યા, ગા‌િઝયાબાદમાં બે જગ્યા પર અને અમદાવાદમાં એક જગ્યા પર દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સીબીઆઇના દરોડા દરમિયાન સ્થળ પરથી વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. આ અંગેની ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક શખ્સ તેમજ લોનધારકોએ એકબીજાની મદદગારીથી બેન્ક પાસેથી બનાવટી દસ્તાવેજોના આધારે લોન લેવા માટે વિવિધ કંપનીઓ ઊભી કરી હતી.

બેન્ક અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર લોનની મંજૂરી કોઇ પણ પ્રો‌િસજર કર્યા વગર આપી દીધી હતી. બેન્કના અધિકારીઓએ કંપનીઓની લોનની અરજી કોઇ પણ ચકાસણી કર્યા વગર ઉતાવળે મંજૂર કરી દીધી હતી. ત્યારબાદ લોનની ભરપાઇ નહીં કરતાં આ લોન એનપીએમાં ફેરવાઇ દીધી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવે છે કે અરજદારોએ હિસાબના સ્ટેટમેન્ટ, એનડીસી, નાણાકીય સ્ટેમેન્ટ અને બેન્ક ગીરોમાં આપેલ ‌િમલકતોના બનાવટી દસ્તાવેજો આપ્યા હતા, જેના કારણે બેન્કને 145.48 કરોડનું નુકસાન થયું હતું. સીબીઆઇએ આ અંગે 16 ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like