મહેસાણા: ગુમ થયેલા ભાજપના કોર્પોરેટર સોમનાથથી મળી આવ્યા

અમદાવાદ : મહેસાણામાં ભાજપનાં કોર્પોરેટર ગુમ થયાનાં સમાચાર આવતાની સાથે જ પોલીસ બેડામાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરી દેવામાં આવી હતી. જો કે તે સોમનાથથી હેમખેમ મળી આવતા પોલીસનાં જીવમાં જીવ આવ્યો હતો.

મહેસાણામાં ભાજપના કોર્પોરેટર ગુમ થયા હતા જે, સોમનાથથી મળી આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. સોમનાથથી જનક બારોટ મળી આવતા મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. સોમનાથ પોલીસે મહેસાણા પોલીસને જાણ કરી હતી. ભાજપના કાર્યકર્તાને મોબાઇલ પર મેસેજ કરી ગુમ થઇ ગયા હતા.

You might also like