કોર્પોરેટ કંપનીઓમાં સાયબર સુરક્ષા નબળી

નવી દિલ્હી: દેશની કોર્પોરેટ કંપનીઓને વધતા જતા સાયબર ક્રાઇમ અંગે મુશ્કેલીમાં મુકાવું પડી શકે છે. આઇટી નિષ્ણાતોના મત મુજબ કંપનીઓની સાયબર ક્રાઇમ સામે સિક્યોરિટીની સિસ્ટમ ખૂબ જ નબળી છે. આ વાત ઇવાઇ કી ફ્રોડ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિસ્પુટ સર્વિસીસના રિપોર્ટમાં બહાર આવી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૮૯ ટકા લોકોનું માનવું છે કે દેશમાં સાયબર ક્રાઇમ અંગે કાયદો વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે પાછલા કેટલાક સમયથી દેશની કોર્પોરેટ કંપનીમાં સાયબર ક્રાઇમનું જોખમ ખૂબ જ વધી ગયું છે તથા હેકિંગ એટેક સતત થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર ખાનગી કંપનીઓની પણ માહિતી મૂકવાના વધતા જતા ચલણને કારણે ખતરો વધી ગયો છે. સરકાર ડિજિટલ ઇન્ડિયા ઉપર ભાર મૂકી રહી છે. આવા સંજોગોમાં જો સાયબર ક્રાઇમ સંબંધી કાયદો તથા સાયબર સુરક્ષા વધુ મજબૂત નહીં હોય તો કંપનીઓએ મુશ્કેલીમાં મુકાવવું પડી શકે છે.
http://sambhaavnews.com/

You might also like