હરીફ કોર્પોરેટ કંપનીઅોમાં ‘પ્યાર હુઅા.. ઈકરાર હુઅા..’

નવી દિલ્હી: વેલેન્ટાઈન ડેના દિવસે યુવા દિલોનું મિલન તો સામાન્ય બાબત છે, પરંતુ કોર્પોરેટ સેક્ટરની હરીફ કંપનીઅો પણ એકબીજાના પ્રેમમાં પડી અને ૨૦૧૭ના વેલેન્ટાઈન ડેના દિવસે એકબીજાને પ્રપોઝ કરતી જોવા મળી. પ્રાઈસ વોરમાં એકબીજાને નીચું દેખાડવામાં કોઈ પણ કસર ન છોડનારી એવિયેશન સેક્ટરની કંપનીઅો એર અેશિયા અને જેટ અેરવેઝની વચ્ચે પ્રેમ ભરેલા સંદેશાઅોની અાપલે થઈ તો સંચાર મંત્રાલયથી લઈને ટ્રાઈ સુધી ઘણા મુદ્દાઅો પર લડાઈ લડી રહેલી રિલાયન્સ જિઓ અને એરટેલ તેમજ અાઈ‌િડયા અને વોડાફોન વચ્ચે પણ ‘ઇલુ ઇલુ’ ચાલ્યું.

કોર્પોરેટ સેક્ટરમાં અા બદલાયેલો માહોલ મંગળવારે સવારે ત્યારે જોવા મળ્યો જ્યારે રિલાયન્સ જિઓઅે પોતાની હરીફ કંપનીઅોને વેલેન્ટાઈન ડે પર પ્રેમભર્યા મેસેજ મોકલ્યા, પરંતુ સાથે તેમાં ટેગલાઈન  ‘વિથ લવ ફોર્મ જિઓ’ પણ લગાવી દીધો. થોડી જ મિનિટોમાં અા સોશિયલ મીડિયા પર વાઈરલ થયું.

થોડા સમય બાદ એરટેલે જવાબમાં અાવા જ રોમેન્ટિક સંદેશા મોકલ્યા, પરંતુ તે પણ પોતાનો હેગસ્ટેગ ‘હર ફ્રેન્ડ જરૂરી હોતા હૈ’ લગાવવાનું ન ભૂલી, પરંતુ અાઈ‌િડયા સેલ્યુલર પ્રેમના ઇઝહારમાં થોડું મોડું પડ્યું, કેમ કે તેણે જવાબ અાપ્યો મોસમમાં પ્રેમ ફેલાયેલો છે તે જાણીને અાનંદ થયો. ટેલિકોમ કંપનીઅો વચ્ચે થઈ રહેલા અા ઇઝહારની વચ્ચે પોતાની બ્રાન્ડિંગને પણ પ્રોત્સાહન અપાયું. હવે જોવાનું અે છે કે હરીફ કંપનીઅો વચ્ચે પ્રેમનો અા અહેસાસ ક્યાં સુધી ચાલુ રહે છે.

કંઈક અાવો માહોલ અેવિયેશન સેક્ટરમાં પણ જોવા મળ્યો. અેર ઇન્ડિયાઅે દેશની તમામ હરીફ કંપનીઅો જેટ અેરવેઝ, સ્પાઈસ જેટ, અેર ઇન્ડિયા, એર વિસ્તાર અને અન્યને વેલેન્ટાઈન ડેનો મેસેજ કર્યો ‘અાવો, પ્રેમની વહેચણી કરીઅે.’ ભારતીય બજારમાં એકબીજાથી અાગળ નીકળવાની હોડમાં કોઈ કસર ન છોડનારી અેર વિસ્તારાઅે જવાબ અાપ્યો કે ‘અાપણા પ્રેમના કારણે અાજે અાકાશ પણ સુંદર બન્યું છે.’
http://sambhaavnews.com/

You might also like