એક પછી એક 6 ગોળીઓ વાગી છતા પોસ્ટ સલામત ન થઇ ત્યાં સુધી લડ્યો કમાન્ડો

નવી દિલ્હી : પઠાણકોટ આતંકવાદી હૂમલામાં ભારતીય સૈન્યએ ફરી એક વખત પોતાના અદમ્ય સાહસો પરચો આપ્યો જ છે. જો કે તેઓની આ શોર્યની વાતો સાંભળીને નિશ્ચિત રીતે આપણને દેશનાં સૈનિકો પર ગર્વ થાય છે. આવા જ એક વધારે જાબાંઝ સૈન્ય કમાન્ડોની વાત પઠાણકોટ એરફોર્સ બેઝ સ્ટેશન પર આતંકવાદી હૂમલો થયો હોવાનાં સમાચાર આવ્યા.એરિયાનાં સર્વે માટે હેલિકોપ્ટર મોકલી દેવામાં આવ્યા.

થોડા જ સમયમાં ચાર આતંકવાદી હોવાની પ્રાથમિક માહિતી મળી. તુરંત જ 12 ગરૂડ કમાન્ડોને ડ્યૂટી પર બોલાવી લેવામાં આવ્યા અને તેમને ત્રણ ટીમમાં વહેંચી નાખવામાં આવ્યા. ત્યાર બાદ આતંકવાદીઓને આગળ વધતા અટકાવવા માટે ગરૂડ કમાન્ડોના 12 સૈનિકો મીકેનીક ટ્રાન્સપોર્ટ વિંગ પર ગોઠવાઇ ગયા. ત્રણ અન્ડ ગરૂડ કમાન્ડોની જોડીઓને આતંકવાદીઓને ઢાળી દેવા માટે રવાનાં કરવામાં આવી.

શહીદ ગુરૂસેવક સિંહ સૌથી પહેલા આતંકવાદીઓની સામે જજુમ્યા. જ્યારે ગુરૂસેવક શહિદ થઇ ગયા તો શૈલભ અને કટાલની ટીમે આતંકવાદીઓ સામે મોરચો માંડ્યો. શૈલભને આતંકવાદીઓએ છોડેલી ગોળીઓ પૈકી કુલ 6 ગોળીઓ વાગી. જો કે 6 ગોળીઓ વાગી હોવા છતા તેનાં પગ અટક્યા નહોતા. તે લડતો જ રહ્યો. શૈલભનાં પેટમાંથી સતત લોહી વહી રહ્યું હતું. જો કે તેને જાણે કાંઇ જ થયું ન હોય તેવી બહાદુરીથી તે આતંકવાદીઓનો સામનો કરી રહ્યો હતો. તેણે પોતાની પોસ્ટ ન છોડી અને પોતાનાં સાથી કટાલની સાથે એક કલાક સુધી આતંકવાદીઓનો સામનો કરતા રહ્યા.

લગભગ 80 કલાક સુધી ચાલેલા ઓપરેશન પઠાણકોટમાં આપણાં સાત જવામર્દો શહીદ થઇ ગયા. જ્યારે 20 ગંભીર રીતે ઘાયલ થયા છે. 24 વર્ષનાં આ જવામર્દ શૈલભ તે ઘાયલો પૈકી જ એક છે. થોડા સમય પછી બીજી ટીમ ત્યાં પહોંચી અને શૈલભને જ્યારે લાગ્યું કે પોસ્ટ હવે સુરક્ષીત છે ત્યાર બાદ તેણે ફિલ્ડ છોડ્યું હતું. તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. હજી પણ શૈલભ આઇસીયુમાં છે. હાલ તેની સ્થિતી સ્થિર છે. શૈલભ જેવા જવામર્દો જ્યાં સુધી ભારત પાસે છે ત્યાં સુધી ભારતને હરાવવાની વિશ્વનાં કોઇ દેશમાં તાકાત નથી તેવું કહેવું અતિશયોક્તિ નહી કહેવાય.

You might also like