હવે ઘરે બનાવો આ રીતે ગરમા ગરમ મકાઇનાં દાણાનાં ભજીયા

વરસાદની ઋતુની હવે શરૂઆત થઇ ગઇ છે ત્યારે જરૂરી છે કે આપ સૌને વરસાદનાં આ મોસમમાં ગરમાગરમ કંઇ પણ વસ્તુ ખાવાની ઇચ્છા થતી હોય. ત્યારે આજે અમે તમને શીખવીશું વરસાદમાં ચા અથવા ચટણી સાથે ખાઇ શકાય તેવી રેસીપી.

અમે આજે તમારા માટે મકાઇનાં દાણાનાં ભજીયા બનાવવાની રેસીપી લઇને આવ્યાં છીએ. જેથી મહત્વનું છે કે વરસાદ આવતો હોય અને ગરમા ગરમ મકાઇનાં દાણાનાં ભજીયા જો ચા અથવા ચટણી સાથે જો ખાવા મળી જાય તો મજા પડી જાય. આ ભજિયાં બનાવવામાં સરળ અને ખાવામાં ટેસ્ટી છે.

મકાઇનાં દાણાનાં ભજીયા બનાવવાની સામગ્રીઃ
મકાઇનાં દાણાઃ 500 ગ્રામ
કાળા મરીનો ઝેરઃ 1/2 ચમચી
સોયાસોસઃ 1 ચમચી
ચિલીસોસઃ 1 ચમચી
કેપ્સિકમ (સમારેલી): 50 ગ્રામ
ચણાનો લોટઃ 1 કપ
મીઠું: સ્વાદ અનુસાર
મરચું: 1 ચમચી
હળદરઃ 1/2 ચમચી
તેલઃ તરવા માટે

મકાઇનાં દાણાનાં ભજીયા બનાવવાની રીતઃ
સૌ પ્રથમ તમે મકાઇનાં દાણાને મકાઇમાંથી નીકાળી લો ને બાદમાં તેને બાફી લો. હવે મકાઇનાં દાણાં, મીઠું, કાળા મરીનો ભૂકો, સોયાસોસ, ચિલીસોસ અને કેપ્સિકમ તેની અંદર ઉમેરી લો. હવે તમે ચણાનો લોટ લો. તેની અંદર મીઠું, મરચું, હળદર અને પાણી ઉમેરો ને બાદમાં તેનું ખીરૂ તૈયાર કરી લો.

બાદમાં મકાઇનાં દાણાનું મિશ્રણ તેમાં ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લો. હવે એક કઢાઇ લો. કે જેમાં પ્રમાણસર તેલ નીકાળો અને તેને ગરમ કરી લો. હવે જ્યારે આ તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા તળવા મૂકો.

ભજીયા જ્યારે આછા બ્રાઉન રંગનાં થઇ જાય એટલે તેને કઢાઇમાંથી નીકાળી લો. હવે તમારા આ ભજીયા તૈયાર થઇ ગયા છે. જેને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો અથવા તેની ગરમ ગરમ ચા સાથે પણ મજા માણી શકો છો.

You might also like