કોર્ન પટેટો પાઈ

સામગ્રી: ૩ નંગ મકાઈ, ૦।।। વાડકી બાફેલા બટાકાનો માવો, મીઠું, મરી, ૧ ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ, એક ટીસ્પૂન ખાંડ, બે ટેસ્પૂન છીણેલું ચીઝ, એક વાડકી વ્હાઈટ સોસ, ૧ ટેસ્પૂન દૂધ, ૨ ટીસ્પૂન બટર, થોડો ટોસ્ટનો ભૂકો, ટૉમેટો કેચપ, કેપ્સિકમ રિંગ.

રીત: બટાકાના માવામાં મીઠું, મરી, મરચાંની પેસ્ટ, ૧ ટીસ્પૂન બટર તથા ૧ ટીસ્પૂન વ્હાઈટ સોસ ભેળવવો. બે નંગ મકાઈને છીણવી તથા બાકીની એકના દાણા કાઢવા. દાણાને અધકચરા બાફવા. છીણમાં દૂધ નાખી થોડી વાર ગરમ થવા દેવું. ત્યારબાદ દાણા અને છીણ ભેગાં કરી વ્હાઈટ સોસ, મીઠું, મરી, મરચાંની પેસ્ટ, બટર તથા ખાંડ નાખી બરાબર હલાવવું. બેકિંગ ડિશમાં બટર લગાવી બટાકાનો માવો પાથરવો. તેના ઉપર તૈયાર કરેલી મકાઈ પાથરવી. છેક ઉપર ચીઝ, ટોસ્ટનો ભૂકો, ટૉમેટો કેચપ મૂકી કેપ્સિકમની રિંગ મૂકવી. ઑવનમાં બેક કરી પાઈ સર્વ કરવી.

You might also like