કોર્ન પેટીસ

સામગ્રી :
200 ગ્રામ મકાઈ
1 કિલો બટાકા
400 ગ્રામ પનીર
2 જુડી પલક
2 કપ કોર્નફલોર
2 ચમચી લીંબુનો રસ
2 ચમચી ખાંડ
2 કપ પાણી
4 ચમચી આદુ લસણ ની પેસ્ટ
1 વાટકી ઝીણી સેવ
1 વાટકી ઝીણી સમારેલી કોથમીર
તેલ તળવા માટે
મીઠું સ્વાદ મુજબ
રીત: બટાકા ને બાફી ને છુંદી લો. એમાં અડધું પનીર અને અડધો કોર્નફલોર ભેળવી દો. પાલક , લીંબુ નો રસ , ખાંડ , આદુ લસણ ની પેસ્ટ અને મીઠું બધું ભેળવી ને મિશ્રણ તૈયાર કરી લો. મકાઈ ને બાફી તેમાં વધેલું પનીર , આદુ લસણ ની પેસ્ટ , કોથમીર અને મીઠું ભેળવી ને મિશ્રણ તૈયાર કરો. બટાકા ના મિશ્રણમાં મકાઈનું મિશ્રણ વચ્ચેના ભાગમાં મૂકી પેટીસ તૈયાર કરો. કોર્નફલોરને પાણીમાં ભેળવી ને ખીરું તૈયાર કરો. તેમાં પેટીસ બોળી , સેવ માં રગદોળી ગરમ તેલમાં તળો. આ કોર્ન પેટીસને સોસ સાથે સર્વ કરો.

You might also like