બ્રેકફાસ્ટમાં કોર્નફ્લેક્સ ખાવાથી થઇ શકે છે કેન્સર

નવી દિલ્હી: સવારના નાસ્તામાં ઘણા લોકો બ્રેડ, કોર્ન ફ્લેક્સ અને બ્રેડ આમલેટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ કદાચ જ તમને ખબર હશે કે તમારી આ આદત કેન્સર જેવા રોગને નિમંત્રણ આપે છે.

વ્હાઇટ બ્રેડ, કોર્ન ફ્લેક્સ અને તળેલી ચીજવસ્તુઓ ખાવાથી ફેંફસાના કેન્સરનો ભય થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય ગ્લાઇસેમિક ઇન્ડેક્સમાં હાજર ચીજોનું સેવન કરવાથી કેન્સર થવાનો ભય વધી જાય છે.

ગ્લાઇસેમિક ઇન્ડેક્સ અને ગ્લાઇસેમિક ઇન્ડેક્સ એક સંખ્યા છે જે વિશેષ પ્રકારના ભોજનથી સંબધિત છે. તે વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝના સ્તર પર ભોજનના પ્રભાવને દર્શાવે છે.

સંશોધકોએ આ શોધ માટે ફેફસાંના કેન્સરથી પીડાતા 1,905 દર્દીઓ પર રિસર્ચ કર્યું. સાથે તેઓએ 2,413 સ્વસ્થ લોકો પર પણ સર્વેક્ષણ કર્યું. આ દરમિયાન ભાગ લેનારા લોકોએ તેમના પાછળના ખોરાક અને હેલ્થ હિસ્ટ્રી વિશે જાણકારી પ્રાપ્ત કરી.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસની જિફેંગ વૂના અનુસાર શોધ દરમિયાન દરરોજ  જીઆઇ ભોજન નહી કરનારાઓની તુલનામાં જીઆઇ યુક્ત ભોજન કરતાં લોકોમાં 49 ટકા વધારે જોખમ જોવા મળ્યું છે.

સંશોધકોનું કહેવું છે કે તમાકુ અને ધુમ્રપાન નહીં કરનારાઓના પણ ફેંફસાનો શિકાર બની શકે છે. તેનાથી ખબર પડે છે કે તમારો ખોરાક પણ ફેંફસાના કેન્સર માટે જવાબદાર હોય છે. આ રિસર્ચ ‘કેન્સર એપિડેમિયોલોજી બાયોમાર્કર્સ એન્ડ પ્રિવેશન’માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

You might also like