ઋત્વિક રોશનને મળી ક્લીન‌િચટ

મુંબઈ: ઋત્વિક રોશને કંગના રાણાવતનું ઇ-મેઇલ એકાઉન્ટ હેક કર્યું હોવાના દાવા કંગનાએ કર્યા હતા જે પાયાવિહોણા સાબિત થયા છે. કંગનાએ આક્ષેપ કર્યો હતો કે ઋત્વિકે તેનું એકાઉન્ટ હેક કરીને તેના એકાઉન્ટમાંથી પોતાને ઇ-મેઇલ મોકલી આપ્યા છે. મુંબઈ પોલીસના સાયબર સેલે ઋત્વિકના કમ્પ્યૂટરની તપાસ એક ફોરે‌ન્સિક લેબ પાસે કરાવી છે, જેમાં ઋત્વિક રોશનને ક્લીન‌િચટ અપાઈ છે.

ઋત્વિકે કોઈ પણ હે‌કિંગ ડિવાઈસનો ઉપયોગ કર્યો નથી અથવા તે જે ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યો છે તેના દ્વારા તેણે કોઈ ઇ-મેઇલ એકાઉન્ટ હેક કર્યું નથી. આના પરથી સાબિત થાય છે કે કંગના રાણાવતે ઋત્વિક પર ખોટા આક્ષેપ કર્યા હતા. કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીએ છેલ્લા સ્ટેટમેન્ટમાં ઋત્વિક પર કંગનાનું ઇ-મેઇલ હેક કરાવવા બદલ આરોપ મૂક્યો હતો. આ વિષે ઋત્વિક નજીકનાં સૂત્રોએ કહ્યું હતું કે ઋત્વિકને એક વિશ્વાસપાત્ર ફોરે‌ન્સિક કંપની દ્વારા ક્લીન‌િચટ આપવામાં આવી છે.

સાયબર ક્રાઈમ અને ડિફેન્સ ફોર્સ સાથે મળીને કામ કરતી ફોરે‌ન્સિક લેબોરેટરી દ્વારા આપવામાં આવેલું સર્ટિફિકેટ ઋત્વિકની ફેવરમાં છે. આ રિપોર્ટ દ્વારા એ વાત સાબિત થઈ છે કે ઋત્વિકે કંગનાના હજારો ઇ-મેઇલનો જવાબ ન આપ્યો, પરંતુ તેણે આમાંના ઘણા ઇ-મેઇલ થોડા દિવસ પહેલાં ખોલ્યા હતા. તેમના દ્વારા કરવામાં આવેલી હે‌કિંગની વાત તો એકદમ વા‌િહયાત છે. જો કંગના દ્વારા કરવામાં આવેલી હે‌કિંગની પાયાવિહોણી વાત પર એક વખત િવશ્વાસ કરાય તો પણ કંગનાની બહેન રંગોલી અને ઋત્વિક વચ્ચે થયેલા ઇ-મેઇલની આપલેનું શું? તેણે તો એવો તો આક્ષેપ મૂક્યો નથી કે ઋત્વિકે રંગોલીનું એકાઉન્ટ હેક કર્યું હતું.

રિઝવાન સિદ્દિકીના સ્ટેટમેન્ટમાં ઇ-મેઇલને બનાવટી ગણાવાયા હતા. કંગનાએ એવું પણ કહ્યું હતું કે ઋત્વિકે તેને પેરિસમાં પ્રપોઝ કર્યું હતું, પરંતુ ઋત્વિકના પાસપોર્ટ પર પેરિસનો કોઈ સ્ટેમ્પ નથી. જે સમયે કંગના ઋત્વિક સાથે પેરિસમાં હોવાનો દાવો કરે છે તે સમયે મુંબઈમાં અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો અને મીડિયા દ્વારા તેનું કવરેજ પણ કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે આવું પહેલી વાર બન્યું નથી કે મીડિયાએ ઋત્વિકનું નામ કોઈ અભિનેત્રી સાથે જોડ્યું હોય. આવું અગાઉ પણ ઘણીવાર બન્યું છે, પરંતુ ઋત્વિકે તે અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઋત્વિક તેની ઇમેજ માટે આ લડાઈ તેણે કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે તે ઇમેજ માટે નહીં કંગનાના ખતરનાક વર્તન સામે લડી રહ્યો છે.

કંગનાએ કરેલા કેટલાક ઇ-મેઇલ
તું મને મેઇલ કેમ કરતો નથી બેબી? તું મારી સાથે વાત જ નથી કરતો.

એક પ્રેમી તરીકે તારી પાસેથી મને એટેન્શન મળતું નથી. તેં તો મારી સાથે મિત્ર તરીકેના સંબંધ પણ કાપી નાખ્યા છે.

તું મને મેસેજ કરીને હાય પણ ન કહી શકે?

તું મારી બર્થડે પાર્ટીમાં પણ ન આવ્યો, મારા કામ વિશે પણ તે કંઈ ન કહ્યું.

તું પ્રિયંકા, દીપિકા, સોનમના કામનાં વખાણ કરે છે, પરંતુ તેં મારી સાથે આવો ભેદભાવ શા માટે રાખ્યો?

મારા ઘરની બહાર લાઈન લાગી છે, ઘણા લોકોને એપોઈન્ટમેન્ટ મળતી નથી.

મેં તને એક ચેરિટી પ્રોજેક્ટ સમજ્યો હતો, પરંતુ જેને ખાડામાંથી બહાર કાઢો તે જ તમને ખાડામાં ધકેલી દે છે, વાહ! શું વાત છે.

જે છોકરીઓને પાર્ટીમાં કિસ કરીને કે કમરમાં હાથ રાખીને ફોટો પડાવે છે, તું શું સમજે છે તું હીરો બની ગયો છે. આ બધી છોકરીઓ પબ્લિક પ્રોપર્ટી છે તો બહુ એક્સાઈટ ન થા.

You might also like