કોપરના ગ્લાસમાં કોકટેલ પીવાથી ફૂડ-પોઈઝનિંગ થઈ શકે છે

તાંબું તો બહુ સારી ધાતુ છે એવું માનો છો? યસ, અા માન્યતા ખોટી નથી, પરંતુ તાંબાની ચીજોમાં શુ વાપરવું અને શું નહીં એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ભારતમાં મોટા ભાગે એમાં ઓવરનાઈટ મૂકી રાખેલું પાણી મળસકે પોવાની પ્રથા છે. જોકે વિદેશોમાં કેટલીક જગ્યાએ ખાસ પ્રકારનું કોકટેલ પીણું પારસવા માટે તાંબાના ગ્લાસ વપરાય છે. રશિયામાં મોસ્કો મૂલે નામનું કોકટેલ છે જે કોપરના ગ્લાસમાં પીરસાય છે. અમેરિકાના અાયોવા અાલ્કોહોલિક બેવરેજિસ ડિવિઝનના નિષ્ણાતો દ્વારા લાલ બત્તી કરાઈ છે કે તાંબાના ગ્લાસમાં અાલ્કોહોલિક કે ચોક્કસ એસિડિક સાંદ્રતા ધરાવતાં પીણાં પીવાનું હાનિકારક બની શકે છે.
http://sambhaavnews.com/

You might also like