અમદાવાદમાં BJP અને RSS વચ્ચે ‘સમન્વય’

અમદાવાદ : અમદાવાદનાં નારણપુરા ખાતે ભાજપ અને સંઘની સમન્વય બેઠક મળી છે. સવારે 9 વાગ્યે શરૂ થયેલી બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બે કલાક માટે હાજરી આપી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી અને સંઘ સરકાર્યવાહક ભૈયાજી જોશી વચ્ચે ખાનગીમાં બેઠક થઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે આ બેઠકમાં પુરૂષોતમ રૂપાલા, આર.સી ફળદુ, મનસુષ માંડવીયા, ભીખુ દલસાણીયા, શંકર ચૌધરી, આઇ.કે જાડેજા, વિજય રૂપાણી સહિતનાં ભાજપનાં અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ – સંઘ વચ્ચેની બેઠકમાં ગુજરાતની હાલની સ્થિતી અંગે ચર્ચા અને મનોમંથન થયું હતું.

સંઘના ગુજરાત પ્રાંતનાં પ્રચાર પ્રમુખ પ્રદીપ જૈને જણાવ્યું કે કર્ણાવતીનાં શાસ્ત્રી નગરમાં સંઘની પ્રાંત સમન્વયબેઠકનું આયોજન થયુંહ તું. જેમાં સંઘની પ્રેરણાથીસમાજ જીવનમાં ચાલતા વિવિધ 30 સંગઠનનાં પ્રાંતના અધિકારીઓ હાજર રહ્યાહ તા. બેઠકમાં સંઘ દ્વારા વર્તમાન રાજકીય અને સામાજીક પરિસ્થિતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંતે સરકાર્યવાહક ભૈયાજી જોશી ઉપસ્થિત સંઘ અને અલગ અલગ ક્ષેત્રનાં અગ્રણીઓ માર્ગદર્શન આપશે.

You might also like