6,999 રૂપિયામાં લો 15 હજારવાળા સ્માર્ટફોન જેવા ફીચર્સ

નવી દિલ્હી: ચીનની કંપની કૂલપેડે ભારતમાં 3GB રેમ અને ફિંગરપ્રિન્ટ સેન્સની સાથે બજેટ સ્માર્ટફોન Coolpad Note 3 Lite લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 6,999 રૂપિયા છે જેને એમેજોન ઇન્ડિયાની વેબસાઇટ પરથી ફ્લેશ સેલના માધ્યમથી ખરીદી શકાય છે.

ગત વર્ષના અંતે કંપનીએ ભારતમાં Coolpad Note લોન્ચ કર્યો હતો જેને આ બજેટ અનુસાર સારા રિવ્યૂ મળ્યા હતા. આ ફોનમાં પણ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું હતું અને તેની કિંમત 8,999 રૂપિયા છે.

Coolpad Note 3 લાઇટમાં 5 ઇંચની એચડી સ્ક્રીનની સાથે 1.3GHzનું ક્વાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, તેમાં 3GB રેમ છે અને તેની ઇન્ટરનલ મેમરી 16GB છે. જેને માઇક્રોએસડી કાર્ડના માધ્યમથી વધારીને 64GB સુધી કરી શકાય છે.

ફોટોગ્રાફી માટે તેમાં f/2.0 અપર્ચરની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 2,500mAh બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે 10 કલાકના ટોકટાઇમ અને 200 કલાકની સ્ટેન્ડબાય બેકઅપ આપશે. આ ફોન માટે એમેજોન ઇન્ડિયા પર 15 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે અને 28 જાન્યુઆરીથી તેનું વેચાણ શરૂ થશે.

સ્પેસિફિકેશન
પ્રોસેસર: 1.3GHz MediaTek MT6735 ક્વાડકોર
રેમ: 3GB
કેમેરો: 13 મેગાપિક્સલ રિયર f/2.0, 5 મેગાપિક્સલ ફ્રન્ટ
ડિસ્પ્લે: 5 ઇંચ મેમરી: 16GB
બેટરી: 2,500 mAh (કસ્ટમ યૂઆઇ)
ઓએસ: એન્ડ્રોઇડ 5.1

You might also like