એપ્લિકેશન અને Wi-Fi થી ચાલશે કૂલર.. આ છે તેની કિંમત અને સુવિધાઓ

નવી દિલ્હી: તમે ઇન્ટરનેટ દ્વારા હોમ ગેજેટ્સ કનેક્ટ કરવા વિશે સાંભળ્યું તો હશે. પરંતુ બજાજે એક અલગ કૂલર લોન્ચ કર્યુ છે ,જે મોબાઇલ એપ્લિકેશન અને વાઇ-ફાઇ ધ્વારા ચાલશે.

ભારતીય કંપની બજાજ ઇલેક્ટ્રિકલ્સે થિંગ્સ ઓફ ટેકનોલોજી ધ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં એર કુલર બહાર પાડ્યુ.

આવા છે કૂલર ખાસ-
આ કોઈ સામાન્ય કુલરથી ખૂબ જ અલગ છે. આ સ્માર્ટ કૂલર છે. જે તમારા ફોનથી પણ નિયંત્રિત કરી શકો છો. તે ફોનમાં એપ્લિકેશન દ્વારા સંચાલિત કરી શકાશે. કંપનીએ આ માટે એક એન્ડ્રોઇડ એપ્લિકેશન વિકસાવ્યો છે. બજાજે તેના સ્માર્ટ કૂલરને Cool.iNXT નામ આપ્યું છે. તે ફક્ત 15999 રૂપિયામાં શરૂ કરવામાં આવ્યો છે.

કૂલરમાં છે આ વિશિષ્ટ લક્ષણો
– સ્માર્ટફોનમાં એપ્લિકેશન ઉપરાંત, આ કૂલરનુ રિમોટ અને ડિજિટલ નિયંત્રણ પેનલથી પણ સંચાલિત કરી શકાય છે.
-કુલરને ઓટો મોડ પર પણ ચલાવી શકીએ છીએ.આ મોડમાં કુલરનો પંખો અને કુલિંગની સ્પીડ ઓટોમેટીક એડજસ્ટ થઇ જાય છે.
– આ કુલરમાં, તાપમાન અને ભેજનું માપ રાખવા માટે સેન્સર લગાવામાં આવ્યા છે. જે તમારી જરૂરિયાતો અનુસાર સેટ કરી શકો છે.
-કુલરમાં લાઇટ ઇંડીકેટર્સ પણ આપવામાં આવ્યા છે.આનાથી ખબર પડી શકે છે એમાં પાણી ખાલી થઇ ગયુ છે.
-આ કુલર5 પ્રકારના ફેમ સ્પીડ અને 4 સ્તરની કુલિગ સાથે આવે છે.
-આ કુલર કઇ અલગ જ છે.આ નવા કુલર ગરમીમાં લોકોનુ ધ્યાન જરૂર આકર્ષીત કરી શકે છે.

You might also like